SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ ૧૩) જ છે. તે દશ ભૂમિઓ આ પ્રમાણે છે: ૧. પ્રમુદિતા, ૨. વિમલા, ૩. પ્રભાકરી, ૪. અર્ચિષ્મતી, ૫. સુદુર્જયા, ૬. અભિમુખી, ૭. દુર ગમા, ૮. અચલા, ૯. સાધુમતી, ૧૦ ધર્મમેઘા. બેધિસત્વભૂમિ ગ્રંથમાં બાર ભૂમિએ આ રીતે છે: ૧. ગોત્રવિહાર, ૨. અધિમુકિતથર્યાવિહાર, ૩. પ્રમુદિતાવિહાર, ૪. અધેિશીલવિહાર, ૫. ૧. (૧) પ્રમુદિતા–જગતના ઉદ્ધાર અર્થે બુદ્ધત્વ પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા જાગે ને ચિત્તમાં તેવી બાધિનો સંકલ્પ કરે ને તેથી કરી પ્રમોદ અનુભવે તે સ્થિતિ પ્રમુદિતા. (૨) વિમલા–બીજા પ્રાણીઓને ઉન્માર્ગથી નિવારવા માટે પોતે જ પ્રથમ હિંસાવિરમણ આદિ શીલનું આચરણ કરી દાખલો બેસાડવા પ્રયત્ન કરે ત્યારે વિમલા. (૩) પ્રભાકરી–જયારે આઠ ધ્યાન અને મિત્રી આદિ ચાર બ્રહ્મવિહારની ભાવના કરે અને પ્રથમ કરેલ સંકલ્પ પ્રમાણે અન્ય પ્રાણીઓને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કરે તે સ્થિતિ. (૪) અચિંમતી–પ્રાપ્ત કરેલ ગુણને સ્થિર કરવા, નવા મેળવવા તેમજ કોઈ પણ જાતના દેષનું સેવન ન કરવા જેટલી વીર્યપારમિતા સાધે ત્યારે અચિંમ્પતી. (૫) સુદુર્જયા-કરુણાવત્તિ વિશેષ વધે અને ચાર આર્યસત્યોનું સ્પષ્ટ ભાન થાય એવી ધ્યાન પારમિતા આવે ત્યારે. (૬) અભિમુખી–મહાકણ વડે બેધિસત્વથી આગળ જઈ અહંતપણું પ્રાપ્ત થાય અને દશ પારમિતામાંથી વિશેષ પ્રજ્ઞાપારમિતા સાધે ત્યારે.. (૭) દુરંગમા—જયારે દશે પારમિતા પૂર્ણ સધાય. (૮) અચલા શરીર, વાણી અને મનને લગતી બાબતે વિશેની ચિંતાથી સહજભાવે મુક્ત થાય અને વિશ્વને લગતા પ્રશ્નો વિશેનું સ્પષ્ટ અને વિગતે જ્ઞાન થાય તેમજ ચલિત થવાનો સંભવ જતો રહે ત્યારે અચલા. (૮) સાધુમતી–દરેક જીવને દરવણ આપવા માટે એના અવિકારને પારખવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય ત્યારે. (૧૦) ધર્મમેઘા–સર્વજ્ઞત્વપ્રાપ્તિ ને મહાયાનદષ્ટિએ તથાગત આ ભૂમિઓના વિસ્તૃત વર્ણન માટે જુઓ નલિનાક્ષ દત્તકૃત આસ્પેકટ્સ ઓફ મહાયાન બુદ્ધિઝમ એન્ડ ઇટસ રિલેશન ટુ હીનયાન” પા. ૨૪-૮૮.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy