SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ માથા ૯૦-૯૬ જેવી ઇતર પરંપરાના વિદ્વાનોએ પણ શબ્દાન્તરથી એ સ્થિતિનું વર્ણન કર્યું છે. તેમણે સાધકના એવા ચિત્તને આશયરતન કહેલ છે. આશય એટલે ચિત્ત યા ચિત્તગત સંસ્કાર. જે ચિત્ત કે જે સંસ્કાર બીજાં બધાં ચિત્ત અને સંસ્કાર કરતાં વિશેષ શુદ્ધ યા ઉત્કૃષ્ટ હોય તે જ આશયરત્ન, અને આ ચિત્ત એ જ વાસીચન્દનક૯પ છે. જૈન પરંપરામાં ક્ષપક યા વીતરાગ મુનિને વાસીચન્દનકલ્પરૂપે ઓળખાવેલ છે, તે બૌદ્ધ પરંપરામાં એ વિશેષણ ચિત્તને લગાડવામાં આવ્યું છે. ક્ષપક સાધકની પેઠે તે જ જન્મમાં યોગની સંપૂર્ણ સિદ્ધિ થતી ન હોવાથી ઉપશમશ્રણવાળા સાધક શેષ રહેલ કર્માનુસાર અનેક ભિન્ન ભિન્ન જન્મ લે છે, પરંતુ તે તે જન્મમાં પૂર્વ યોગાભ્યાસને બળે સુસંસ્કારોનું સાતત્ય રહે જ છે. જેમ દિવસે અનુભવાયેલી વસ્તુ અભ્યાસને બળે રાત્રિએ સ્વપ્રમાં ઉપસ્થિત થાય છે તેમ એક જન્મમાં પડેલ અભ્યાસજનિત* ૪ સંસ્કાર જન્મજન્માંતરમાં ફલાવહ બને છે. તેથી જ ગાથા ૯૫–૯૬ માં કહેવામાં આવ્યું છે કે એવા સાધકે આ લોક કે પરલોકમાં તેમજ જીવન કે મરણમાં દૃઢપણે સમભાવ કેળવી શુદ્ધ યોગમાર્ગને યોગ્ય એવી અવસ્થામાં રહેવા પ્રયત્ન કરો અને મરણને સમીપ જાણું અંતકાળે વિશુદ્ધચિત્ત થઈ અનશનવિધિથી પ્રાણ ત્યજવો. ૪૪. બરાબર આવો જ વિચાર ગીતા (અ. ૬ . ૪૦-૪૫)માં છે. અને કૃષ્ણને પૂછે છે કે જે સાધક શ્રદ્ધાળુ છતાં વેગથી ચલિત થાય અને પૂર્ણસિદ્ધિ ન પામે તેની ગતિ શી ? શું તે ઉભયભ્રષ્ટ તે નથી થતો ? એના ઉત્તરમાં કૃષ્ણ કહે છે કે એવા સાધકનો આ કે પર જન્મમાં વિનાશ થતો જ નથી. કલ્યાણકારી હોય તે કદી દુર્ગતિ ન પામે. જેનો યોગ વચ્ચેથી અધૂરો રહ્યો હોય તેવો સાધક ઉત્તમકુળમાં કે કુળમાં જન્મ લઈ પૂર્વાભ્યાસવશ યાગ તરફ ખેંચાઈ ક્રમે પૂર્ણસિદ્ધિ પામે છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy