SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગશતક ચિંતવે કે સ્ત્રીકલેવર ઉદરમળ, માંસ, રુધિર, પુરીષ ને હાડપિંજરનું બનેલું છે. (૬૭) એ જ રીતે તે કલેવર રેગ ને જરામાં પરિણામ પામનારું, નરક આદિ કટુક વિપાકને આપનારું ને ચંચળ રાગમાં પરિણામ પામે એવું છે એટલું જ નહિ, પણ અંતે જીવનને નાશ કરાવનાર વિપાકદોષ પણ એમાંથી સંભવે છે. (૬૮) જે અર્થમાં રાગ થાય તે તેનું તત્વ એ રીતે ચિંતવવું કે તે ઉપાર્જન-રક્ષણ આદિ અનેક દુખેથી સંકુલ, વિનાશપર્યવસાયી ને દુર્ગતિરૂપ ફળ આપનાર છે. (૬૯) જે શ્રેષભાવ હોય તે ધ્યાતા ચિંતવે કે જડ ને ચેતન ભિન્ન છે, તેમનું પરિણામ અસ્થિર છે અને પરલોકમાં એ શ્રેષને વિપાક અનિષ્ટ છે. (૭૦) મેહના વિષયમાં ધ્યાતા પ્રથમ વસ્તુનું સ્વરૂપ સમ્યફપણે અનુભવ અને યુક્તિથી સામાન્ય રીતે એમ ચિતવે કે તે ઉત્પાદ, વિનાશ ને ધ્રૌવ્યયુક્ત છે. (૭૧) અતિપ્રસંગને લીધે અભાવ એ ભાવરૂપ ઘટી શકે નહિ. તે જ રીતે ભાવ પણ અભાવરૂપ ન જ ઘટી શકે, કારણ કે વસ્તુને સ્વભાવ જ તે પ્રકાર છે. (૨) વસ્તુમાં પારમાર્થિક રૂપે નિવૃત્તિ અને અનુવૃત્તિને સંબંધ હોવાથી અર્થાત્ દરેક વસ્તુમાં કાંઈક ફેરફાર થત હોવા છતાં કાંઈક તત્વ કાયમ રહેતું હોવાથી ઉત્પાદન વિનાશ–સ્થિરતા એ ત્રણ હોય જ છે. કેવળ અવિકારી એટલે
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy