SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ યોગશતક ચારિત્રમોહની તીવ્રતમ શકિત જેને જૈન પરિભાષામાં અનંતાનુબંધી કહે છે તે કાંઈક નબળી પડતાં દર્શનમોહ નબળો પડે છે અને આત્મસ્વરૂપની પ્રતીતિ કે દર્શન પ્રગટે છે. જ્યારે આવું દર્શન પ્રગટે છે ત્યારે જ્ઞાનાવરણના એાછા કે વત્તા ગમે તેવા હાસથી પ્રગટ થતું જ્ઞાન, એ માત્રા અને પ્રકારમાં ગમે તેટલું ઓછું હોય અગર વ્યાવહારિક-દુન્યવી વિષયોમાં અક્કસ પણ હોય છતાં, તે જ્ઞાન લેખાય છે. એટલા માટે નહિ કે તે વ્યાવહારિક વિષયોમાં બીજા કેઈના ચડિયાતા જ્ઞાન કરતાં વધારે છે યા વધારે પ્રમાણભૂત છે, પણ એટલા માટે કે તેના દ્વારા આત્મશુદ્ધિના વિકાસમાં કશી જ બાધા પડતી નથી. ઊલટું, તે પ્રકાર અને માત્રામાં સામાન્ય હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિના ઉદયને લીધે આત્મશુદ્ધિનું પિષક જ બને છે, અર્થાત્ તેના દ્વારા રાગ, દ્વેષ યા સંકલેશ કદી પોષાતા નથી, તેથી કરીને તે જ્ઞાન જે આવરણહાસને લીધે પ્રગટડ્યું હોય તેને જ્ઞાનાવરણહાસ કહેવામાં આવે છે. અજ્ઞાનાવરણના હાસથી પ્રગટ થયેલાં જ્ઞાન-વિજ્ઞાને અજ્ઞાન કેટિનાં છે ત્યારે જ્ઞાનાવરણના હાસથી પ્રગટેલાં જ્ઞાન-વિજ્ઞાને જ્ઞાન કોટિનાં છે. આ તફાવત માત્ર આધ્યાત્મિક દૃષ્ટિના અપ્રાકટ્ય કે પ્રાકટ્યને લીધે છે. દર્શનમોહ કે અવિધા નિર્બળ થયા પછી આત્મદર્શન પ્રગટયું હોય અને તદનુસાર આધ્યાત્મિક વર્તન ઘડવામાં કે તેવું જીવન જીવવામાં આડે આવતા ચારિત્રમેહનાં બળો પણ હાસ પામ્યાં હોય ત્યારે જ્ઞાનાવરણના હાસને લીધે પ્રગટ થતું ગમે તેવું અને ગમે તેટલું જ્ઞાન પણ સજજ્ઞાન-કેટિનું લેખાય છે. તે માત્ર એની ગુણવત્તાને લીધે, નહિ કે માત્રા યા પ્રકાર ને લીધે, કેમ કે તે ભૂમિકામાં આવિર્ભાવ પામતું વ્યાવહારિક યા આધ્યાત્મિક વિષયને લગતું જ્ઞાન ગમે તેટલું અને ગમે તેવું ઓછુંવત્ યા ચડતું ઊતરતું હોય તે પણ તે આધ્યાત્મિક ચરિત્રનિર્માણમાં કશો જ
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy