________________
( ૩ ).
અનુભવ યા જ્ઞાન ભકતે પ્રાપ્ત કરી લેવું જોઈએ સંસારી આત્માને એ ઉત્તમ ગુણ જ ભાવનામાં સ્થિર કરી શકે તેમ છે.
- આ પુસ્તકમાં (૧) અરિહંત પરમાત્માની સમ્યકત્વ પ્રાપ્તિ સમયથી મોક્ષ પ્રાપ્તિ સુધીના કાળ સંબંધિ ૧૫૩ બેલથી સ્મરણ કરી વંદના કરાય છે ઉપરાંત (૨) ચરમ તીથપતિ ભ. મહાવીર સ્વામીના ૧૧ ગણધરની ૨૦ બેલથી (૩) મહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાનની ૯ બેલથી (૪) ૧૧ ચકવતિ આદિ ૧૨+૯+૯+ = ૩૯ પુણ્ય પુરુષોની ૧૨ બોલથી અને (૫) આગામી વિશીના તીર્થંકર પરમાત્માની ૩ બેલથી સ્તવના થાય છે. (૬) અંતે જાણવા લાયક વાતો પણ શઠ મહાપુરુષની આવે છે.
આ ટૂંકને સપ્તતિશતસ્થાન પ્રકરણ (૨) કલ્પસૂત્ર (સંસ્કૃત) (૩) જૈન તત્ત્વ પ્રકાશ (૪) દિવાલી કલ્પ (૫) મન્ડ જિણાણું આણું આદિ ગ્રંથમાંથી ઈતિહાસની વાતે જિજ્ઞાસુવગની સન્મુખ મૂકવાની ભાવનાથી સસ્પાદિત કરાઈ છે શક્ય છે, કે પ્રેસષ અથવા પાઠાંતરના કારણે તેમાં ભૂલ થવા પામી હોય તો તે સર્વ ક્ષતિઓ માટે અમે ક્ષમા માંગીએ છીએ. વાંચક એ ભૂલે સુધારી અમને પણ જણાવશે તેવી આશા છે કલ્યાણકની તિથીએ કૃષ્ણ પક્ષની (શાસ્ત્રોક્ત) મારવાડી પદ્ધતિની ખાસ આપી છે તે ધ્યાન રાખવું. તેજ રીતે જ્યાં જ જેવી નિશાની છે. ત્યાં વિગત મળી નથી એમ સમજવું.