SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^ ^^ ^ w (૮) શ્રીષિમહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, વખતે પુંડરીક રાજા પાસે ગયે. આ વખતે ત્યાં નાચ થતું હતું. બહુ મોડું થવા ને લીધે નર્તકીને કાંઈક નિદ્રાયુક્ત થએલી જોઈ નટે કાનને અમૃતના કયારા સમાન એક સુકોમળ ગીતિ કહી. તે નીચે પ્રમાણે सुटु गाइअं सुख वाइअं, मुटु नच्चिों सामसुंदरि ॥ ___ अणुपालिअदीहराइअं, सुमिणते मा पमायए ॥१०॥ હે સુંદરિ સારું ગાયું, સારૂ વગાડયું, સારે નાચ કર્યો અને આખી રાત્રી અપમાદપણુ વ્યતીત કરી. પણ હવે અંત સમયે પ્રમાદ ન કર. શુલ્લક કુમારે આ મનોહર ગીતિ સાંભળીને નટને રત્નકંબલ આપી. યુવરાજ કુંડલ, સાર્થપતિની સ્ત્રી શ્રીકાંતાએ હાર, જયસિંહ મંત્રીએ કડાં અને કર્ણપાલ મને હાવતે અંકુશ એમ ચાર જણાએ ચાર લક્ષના મૂલ્યવાળી જુદી જુદી વસ્તુઓ આપી. પછી સવારે રાજાના પૂછવા ઉપરથી ક્ષુલ્લક કુમારે કહ્યું કે, હું તમારા ભાઈને પુત્ર છું. હારી માતાએ દીક્ષા લીધા પછી મહારો જન્મ થયો છે. મેં પણ માતાના, ગુરૂના, ઉપાધ્યાયના અને પ્રવર્તિનીના વચનથી અડતાળીસ વર્ષ પર્યત દીક્ષા પાળી. હે ભૂપતિ! આજે રાજ્યને અથી એ હે દીક્ષા ત્યજી દઈને રાત્રીએ અહિં આવ્યું. પરંતુ નાટયમાં આ ગીતિને સાંભળી પ્રતિબોધ પામેલા મેં હારી રત્નકંબલ તેને આપી દીધી છે. તે વિભે ! આ અનર્થ ફળદાયી અને સંસારના કારણે રૂ૫ રાજયવડે શું? બહુ આયુષ્ય તે ગયું માટે હવે તે મહારે ચારિત્રનું શરણ છે.” આ વખતે યુવારાજ પણ ત્યાં આવીને કહેવા લાગ્યું. “હે પિતાહું પણ તમને હણી રાજ્ય લઈ લેવાની ઈચ્છા કરતું હતું પરંતુ આ ગીતિના શ્રવણથી પ્રતિબંધ પામીને રાજ્યથી વિરામ પામ્યો છું.” જયસિંહ અને કર્ણપાલ મહાવત એ બન્ને જણાએ પણ ભૂપતિને કહ્યું કે, “અમે પણ યુવરાજની આજ્ઞાથી તમને હણવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા હતા, પણ આ ગીતિના શ્રવણથી નિવૃત્ત થયા છીએ. હે ભૂપતિ! અને એ જ કારણથી અમે કડાં અને અંકુશ આપી દીધાં છે.” પછી શ્રીકાંતા કહેવા લાગી. હે ભૂપ! હારે પતિ દૂર વિદેશ ગયો છે. તે દિવસથી માંડીને કામાતુર એવી હું નવિન પતિ કરવાની ઈચ્છા કરું છું. તેને આજ બાર વર્ષ વીતી ગયાં. હે રાજન ! આજ રાત્રીને વિષે પતિ ન કરવા માટે મેં ચિત્ત સ્થિર કર્યું તેમજ ગીતિના શ્રવણથી નિવૃત્તિ પામેલી મેં મહારે હાર આપી દીધો.” શુક્લક કુમારના ધર્મોપદેશ રૂ૫ અમુતનું પાન કરીને રાજાદિ સર્વે લેકે જિનધર્મને વિષે આદરવાલા થયા. યુવરાજ, મંત્રી, માવત અને શ્રીકાંતાદિ બીજા અનેક મનુષ્યની સાથે ક્ષુલ્લક કુમારે ફરી ભાવવડે દીક્ષા લીધી. સર્વ પ્રકારની ક્રિયાને જાણ ક્ષુલ્લકકુમાર નિરતિચારપણે વિધિથી ચા રિત્રને આરાધી કર્મક્ષય કરી સિદ્ધિપદ પામે. 'श्रीक्षुल्लककुमार ' नामना मुनिनी कथा संपूर्ण – –
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy