________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર.
(૫૩) મંજરી, ફલ અને પત્રાદિ લઈ લઈને એ આમ્રવૃક્ષનું માત્ર થડ રહેવા દીધું. પછી ક્રિડા કરીને પાછા ફરેલા રાજાએ ફક્ત થડવાલા તે આમ્રવૃક્ષને જોઈ વિચાર્યું કે, “ અહો ! નેત્રની પ્રીતિ કરનારે આ આમ્રવૃક્ષ પ્રથમ મેં કે દીઠે હતો. છતાં તેની આવી અવસ્થા થઈ ? ખરેખર એનાજ સમાન દશા મનુષ્યોની પણ ઘણું કરીને થાય છે. સંસારમાં પરિવર્તન થઈ રહેલા સર્વ ભાવને અનિત્યપણને લીધે શું નિચ્ચે વિપર્યયપણું નથી પ્રાપ્ત થતું ? દુઃસ્થ એવા મને રથની પેઠે નવિન નવિન ધન, કુટુંબ અને દેહાદિ સર્વ નાશ પામે છે. આ સર્વ સંસારની સ્થિતિ સંધ્યાના વાદલાના રંગની પેઠે, હસ્તિના કાનની પેઠે, વલી વિજલી અને પાકેલા પત્રની પેઠે તેમજ મદોન્મત્ત એવી સ્ત્રીના કટાક્ષની પેઠે સ્થિરતા પામતી નથી. પાપ પુણ્યથી ઉત્પન્ન થએલા અને અપાર એવા ભવના એક કારણ રૂપ એવા જેના અસાતા સાતા રૂપ પાપ પુણ્ય શાંત થયાં નથી એવો જીવ કયારે પણ સિદ્ધિપદ રૂપ મહેલ ઉપર ચડી શકવાને સમર્થ થતા નથી. અનાદિસિદ્ધ, શાશ્વત અને અમૂર્ત એવા જીવને નાશવંત સ્વભાવવાલા અને મૂર્તિમંત એવા દેહની સાથે વૃથા મમત્વપણું છે. માટે હે જીવ ! તું દેહ ઉપરને મેહ ત્યજી દે.” આમ્રવૃક્ષની શ્રી અથવા અશ્રી જોઈ આ પ્રમાણે વિચાર કરતો એ તે નગાતિ ગાંધાર ભૂપતિ પ્રતિબંધ પામીને પ્રત્યેકબુદ્ધપણું પામ્યું. તે વખતે દેવતાએ તેને તુરત સાધુને વેષ આપે.
इति श्रीनगाति चरित्रम्.
હવે કરકંડુ, દ્વિમુખ, નામિ અને નગાતિગાંધાર એ ચારે મુનીશ્વરે પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ટ નગરને વિષે આવ્યા. ત્યાં તેઓ કઈ બહ ન્હાના એવા ચતુર્મુખ દેવમંદિરમાં પૂર્વાદિ દિશાઓને વિષે અનુક્રમે શુદ્ધ ધ્યાનમાં નિરંતર એક ચિત્તવાલા થયા છતાં બેઠા. આ વખતે અત્યંત પ્રસન્ન થએલા મનવાલો મંદીરાધિપતિ દેવ વિચાર કરવા લાગ્યું કે, આ સંતેષધારી મહામુનિઓનું હારે શી રીતે આતિથ્ય કરવું? નિચ્ચે આજે હું કૃતકૃત્ય, ધન્ય અને પુણ્ય દેહવાળે થયે જે પવિત્ર દર્શનવાલા આ મુનીશ્વરોએ આજે મ્હારા મંદિરને પવિત્ર કર્યું. હમણાં એમના સન્મુખ થઈને બેસવું એજ આતિથ્ય કરવું એગ્ય છે.”એમ ધારીને તે દેવતા તે ચારે મુનિઓની તરફ ચાર મુખ કરીને બેઠે. આ વખતે ખરજ આવવાને લીધે સળીવડે ખણુતા એવા કરકંડુ મુનિને જોઈ દ્વિમુખ મુનીશ્વરે કહ્યું કે,
તમે પુર, અંત:પુર, રાજ્ય અને દેશ ત્યજી દીધું છે છતાં ફરીથી પરિગ્રહ શા માટે કરે છે ? ” દ્વિમુખનાં આવાં વચન સાંભલી કરકંડુ જેટલામાં તેમને ઉત્તર આપવા જાય છે. તેટલામાં ઉત્પન્ન થયે છે તર્ક જેમને એવા નમિ મુનિએ દ્વિમુખને કહ્યું. “ તમે પિતા સંબંધિ રાજ્યના કાર્યને ત્યજી દીધું તે પણ આજે ફરીથી તેવું કામ શા માટે કરે છે.” દ્વિમુખ જેટલામાં નમિ મુનીશ્વરને ઉત્તર આપવાને