SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર. (૪૦) એકદા ઉદ્યાનમાં વિમલાચાર્યને આવેલા સાંભળી ભૂપતિ, પટ્ટરાણ સહિત તેમને વંદન કરવા ગયે. પાંચ અભિગમનથી અવગ્રહની અંદર પ્રવેશ કરીને ભૂપતિએ ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને નમસ્કાર કર્યા. પછી રાજાદિ સર્વે મનુષ્ય પોત પોતાને યોગ્ય આસને બેઠા એટલે ગુરૂએ મેઘની પેઠે દેશના રૂપ અમૃતને વર્ષાદ કરવા માંડે. “જેમ સમુદ્રમાં પડી ગએલું ચિંતામણિ રત્ન દુર્લભ થાય છે તેમ આ સંસાર સમુદ્રમાં છેવાઈ ગએલે મનુષ્યભવ પણ ફરીથી મલ મુશ્કેલ થઈ પડે છે. હા ! જે મનુષ્ય, કામની ઈચ્છાથી પિતાના મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે તેઓ નિત્યે પોતાના આંગણામાં ઉગેલી કલ્પલતાને ઉખેડી નાખી વિષવલ્લીને વાવવા પ્રયત્નો કરે છે. હે ભવ્ય જી! રાગાદિ દોષથી નિમુક્ત એવા દેવ, પરિગ્રહરહિત ગુરૂ અને જિનભાષિત ધર્મ એજ તત્ત્વ છે. માટે તમે નિરંતર તે તત્ત્વને આશ્રય કરે. જે દેવાદિકને વિષે બેધ તે જ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાનને વિષે જે પ્રીતિ તેનું નામ સમક્તિ કહેલું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ માર્ગ દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ તત્ત્વથી ગોચર હોવાથી ત્રણ પ્રકારનો કહેલો છે. તે નૃપતિ ! તેજ માર્ગ નિચે ભવ્ય જીને મેક્ષાથે થાય છે.” આ પ્રમાણે સૂરિનું ધર્મવ્યાખ્યાન સાંભલી ધર્મકાર્યમાં વિશેષે તત્પર થએલે ભૂપાલ, કનકમંજરીની સાથે શ્રાવક ધર્મ પાલવા લાગ્યો. પછી તે જિતશત્રુ રાજા નિરંતર આ લેક તથા પરલોકને માટે રાજ્યનું અને અરિહંત ધર્મનું પરસ્પર અવિરોધથી ન્યાયીરીતે પાલન કરવા લાગ્યા. એકદા રાણી કનકમંજરીએ પિતાના પિતાને માંદો પડેલો જોઈ નમસ્કાર મંત્ર આપે. ચિત્રાંગદ પણ તે નમસ્કારનું સ્મરણ કરતો છતો કાલથી મૃત્યુ પામે. પછી કનકમંજરી પણ કેટલાક કાલે કરીને અરિહંત ધર્મનું આરાધન કરી કાલ ધર્મ પામીને દિવ્ય સુખના સ્થાન રૂ૫ દેવીપણું પામી. ત્યાંથી ચ્યવને તે વૈતાય પર્વત ઉપર ભવતારણ નામના નગરમાં દંડશક્તિ નામના વિદ્યાધરાધિપતિની કનકમાલા નામે પુત્રી થઈ. એકદા કામદેવથી તપ્ત થએલા વાસવ નામના વિધાધરે તે વૈવનાવસ્થા પામેલી કનકમાલાને હરણ કરી ? આ મહા પર્વત ઉપર લાવ્યો. ત્યાં તેણે મંગલ ચૈત્યની આગળ એક વેદી બનાવી. કારણ કે દેવતાઓની પેઠે વિદ્યારૂપ દ્રવ્યવાલા વિદ્યારે પણ પિતાની મરજી પ્રમાણે વિલાસ કરનારા હોય છે. પછી વિદ્યાના બલથી સર્વ સામગ્રી તૈયાર કરીને જેટલામાં તે વિદ્યાધર ઉત્સાહ પૂર્વક કનકમાલાનું ગાંધર્વ વિવાહથી પાણગ્રહણ કરવા તૈયાર થયો, તેટલામાં કનકમાળાને સુવર્ણ તેજ નામને મહોટે ભાઈ તે ચેર રૂ૫ વાસવ વિદ્યાધરને તિરસ્કાર કરતે છતો તેની પાછલ આવી પહોંચ્યો. પછી દુઃસહ એવા તે બન્ને જણ પરસ્પર ખનું યુદ્ધ કરતા છતા ક્રોધરૂપ અગ્નિમાં બળિદાન રૂપ થયા. આ અવસરે કનકમાલાને પ્રસન્ન થએલા કોઈ દેવતાએ બંધુના અગાધ શેકથી પીડા પામેલી અને ભયબ્રાંત થએલી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy