________________
- પ્રત્યેબુદ્ધ બી નગાતીનું ચરિત્ર.
(૪૭) તિએ કરીને એમ પૂર્ણ ઈચ્છાવાળા થઈએ. પાપકાર કરવામાં પ્રીતિવાળા પુત્રને આજ્ઞા આપી અને રાજકાર્ય કરવાની હા પાડી. માતા પિતાએ નગરવાસી જનેને હર્ષિત કર્યા. પછી સ્નાન કરી ચંદનાદિને લેપ કરી અને ભજન કરી વળી વાઈ
ના શબ્દપૂર્વક નગરમાં ફરી રાક્ષસની પાસે આવેલા તે પુત્રને માતા પિતાએ રાક્ષસના કહેવા પ્રમાણે ઉંચો. આ વખતે હાથમાં ખડગ ધારી રહેલા રાજાએ તે બ્રાહ્મણ પુત્રને “ તું હારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહ્યું. બ્રાહ્મણ પુત્ર પણ રાક્ષસ સામું જોઇને હસવા લાગ્યા. રાક્ષસે તેને હસવાનું કારણ પૂછયું એટલે તે વિપ્ર પુત્રે કહ્યું. “હે રાક્ષસ પ્રથમ તને આ રાજાએ સ્વાર્થપણાએ કરીને આ શું આપ્યું ?” બ્રાહ્મણ પુત્રનાં આવાં વચન સાંભળી જેને હર્ષથી પુલકાવલી ઉત્પન્ન થઈ હતી એવા તે રાક્ષસે કહ્યું. “હે દ્વિજ ! હું હારા સત્વથી સંતુષ્ટ થયે છું માટે કહે હું હારું શું કાર્ય કરું?” બ્રાહ્મણ પુત્રે હસતાં છતાં કહ્યું “જો તું મને ઈષ્ટ વસ્તુ આપવાનું કહેતે હોય તે પ્રથમ તું હિંસાને ત્યાગ કર.” વળી તે વિપ્ર પુત્રે મનમાં હિંસક જીનું ચિત્ત શુભ ક્યાંથી હોય? અને માંસ ભક્ષણ કરનારા અમૃતભેજી ક્યાંથી ચાયએમ વિચાર કરીને કહ્યું કે “ હારે વૃથા હિંસા ત્યજી દેવી.” બ્રાહમણપુત્રે કરેલા હાસ્યથી પ્રતિબંધ પામેલો રાક્ષસ શ્રી અરિહંત પ્રભુને દયામય ધર્મ અંગીકાર કરી તે બ્રાહ્મણપુત્રને ગુરૂ સમાન માનવા લાગ્યા. પછી બ્રાહ્મણપુત્રથી પ્રતિબોધ પામીને ભૂપાદિ અનેક માણસે એ શાંત અને દયામય જનધર્મને અંગીકાર કર્યો. (દાસી રાણી કનકમંજરીને કહે છે કે, હે નૃપપ્રિયે! બ્રાહ્મણપુત્ર શા કારણથી હ હતો તે કહે? કે જેના હાસ્યને સાંભળીને તે રાક્ષસાદિ સર્વને દયામય ધર્મને વિષે બુદ્ધિ થઈ.” રાણું “તે કાલે કહીશ” એમ કહીને સૂઈ ગઈ. બીજે દિવસ વાત સાંભળવા માટે આવેલે રાજા ક્રિીડા કરીને સુતે એટલે દાસીએ આગલા દિવસની વાત પૂછી કનકમંજરીએ કહ્યું. “મનુષ્યને માતા પિતા શરણરૂપ છે. અને રાજા દેવરૂપ છે એ સઘળા વિપ્રપુત્રની પાસે હતા, છતાં રાજાએ તેને તેના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું કહ્યું તેથી તે એમ વિચાર કરીને હસ્ય કે “જેનું હારે સ્મરણ કરવું જોઈએ તે તે હારી પાસે છે તે હવે હારે કોનું સ્મરણ કરવું? માટે હું નૃપ ! જે દયારૂપ અમૃતના સમુદ્ર છે. અહિંસક છે, અને શરણ આવેલાનું રક્ષણ કરનાર છે તે જ ભવપારગામી શ્રી અરિહંત શરણ કરવા ગ્ય છે, ”
આ પ્રકારની અનેક કથાઓ વડે વારંવાર મોહ પમાડતી રાણી કનક મંજરીએ રાજાને પિતાના સ્વાધીન બનાવી દીધો. રાણી કનકમંજરીને વિષેજ અને ત્યંત અનુરક્ત ચિત્તવાળા અને નિરંતર તેના ઉપર મેહ પામેલો રાજા કયારે પણ બીજી રાણીઓનું કુશળાદિક પણ પૂછત નહોતે. ઘણું કરીને સ્ત્રીઓ, બાળકે અને રાજાઓ નિરંતર મુગ્ધ હદયવાળા હોય છે, માટે જેમ પારધીએ વનમાં મૃગને