________________
(૩૨) શ્રીષિમડલ વૃત્તિ-ઉત્તરદ્ધ. ઈચ્છિત આહારના પૂર્ણપણાને લીધે ગણધર (ગ૭ના અધિપતિ) થયા, શ્રી આ રક્ષિતસૂરિના ગચ્છને વિષે મૃતપુષ્પ, દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના પુરૂષે અતિશયવાલા થયા છે. તેમજ ગોષામાહિલ, વય, દુર્બલિકા અને ફલગુરક્ષિત એ ચાર મહાપ્રજ્ઞાવાલા થયા છે.
એકદા શ્રી સીમંધર જિનેશ્વરે જ્ઞાન, ક્રિયા અને ગુણાએ કરીને આરક્ષિતનું વર્ણન કર્યું. તે સાંભલી દેવેંદ્ર હર્ષ પામ્યું. પછી તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને આર્યરક્ષિત સૂરિ પાસે આવ્યા. ત્યાં તે દેવે પોતાનું આયુષ્ય આરક્ષિતને પૂછયું. શ્રી આરક્ષિતે શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેનું આયુષ્ય બે સાગરોપમનું કહ્યું પછી ઇંદ્ર પ્રગટ થઈ તેમને નિગોદનું સ્વરૂપ પૂછયું. તે તેમણે તેની આગલ કહ્યું. દેવેંદ્ર, શ્રીઆર્યરક્ષિતને ભક્તિથી નમસ્કાર કરી અને તેમનું દ્વાર ફેરવી નાખી સ્વર્ગલેક પ્રત્યે ગયે. શ્રી આર્યરક્ષિતસૂરિએ હવે પછી થનારા લેકેની અલ્પબુદ્ધિ જાણું સૂત્રને વિષે અનુયોગ ચાર પ્રકારના બનાવી જુદા જુદા સ્થાપન કર્યા. જેને માટે કહ્યું છે કે, સેવિંfgf, માજુમfé fમf, ગુનામાંકન વિત્તો अणुओगो तो को चउहा ॥
જેમણે પિતાદિ સર્વ સ્વજનોને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી, શ્રી સીમંધરસ્વામીએ દેવેંદ્ર આગળ જેનો મહિમા ગાયે અને જેમણે અનુયોગને દુષ્કર જાણી ચાર પ્રકારે જુદે જુદે ર તે શ્રતના સમુદ્ર રૂપ શ્રી આર્યરક્ષિત સૂરિ ગુરૂને હું વંદન કરૂં .
श्री आर्यरक्षित नामना मुनिवरनी कथा संपूर्ण.
दुभिखंमि प्पणठे, पुणरवि मेलित्तु समणसंघाओ ॥
महुराए अणुओगो, पवत्तिओ खंदिलेण तहा ॥२०३॥ દુભિક્ષ નાશ થયે છતે ખદિલાચાર્યે ફરી મથુરા નગરીમાં સાધુઓના સમૂહથી અનુગને મેળવ્યું ત્યારે તે અનુગની વાચના ચાલતી થઈ
मुतत्थरयणभरिए, खमदममवगुणेहि संपन्ने ॥
देवविखमासमणे, कासवगुत्ते पणिवयामि ॥२०४॥ સૂત્ર અને અર્થરૂપ રત્નથી ભરપુર, ક્ષમા, દમ અને માર્દવ ગુણેથી પૂણે, તેમજ કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થએલા શ્રી દેવદ્ધિક્ષમાશમણુને હું નમસ્કાર કરું છું.
फल्गुसिरिसमणी, नाइलसावयं सच्चसिरिसाविया थुणिमो ॥
ओसाप्पिणीए चरम, वंदे दुप्पस्सहं मुणिवसहं ॥२०५॥ આ અવસર્પિણીમાં છેલ્લા આચાર્ય શ્રીદુપસહસૂરિજી, સાધ્વી શ્રીફશુશ્રીજી, નાગિર શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકાને અમે સ્તવીએ છીએ.