SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. આજથી લગભગ ૨૪ વર્ષ પૂર્વે શ્રી ઋષિમંડળવૃત્તિના પૂર્વાર્ધનું ભાષાંતર કરાવી અહે પ્રકાશિત કર્યું હતું. પૂર્વાર્ધ પ્રગટ થયા બાદ અનેક માગણુઓ ઉત્તરાધ માટે થઈ હતી, અને અન્હારી પ્રબળ ઈચ્છા હતી કે, વાંચકેના કરકમલમાં એ પુસ્તકને ઉત્તરાર્ધ વિભાગ જલ્દી ઉપસ્થિત કરે; પરન્તુ જગમાં ઘણે સ્થળે જવાય છે તેમ ઈચ્છાઓ અને સંયોગોના વિરોધથી, અહે પણ ન બચી શક્યા. છતાં વર્ષો પછીથી પણ અભ્યારા ધર્મપ્રેમી, કથા રસિક, સજજને સમક્ષ, અમ્હારી ભાવનાઓના સાફલ્ય રૂપ આ ઉત્તરાર્ધનું ભાષાંતર લઈ ઉપસ્થિત થઇએ છીએ. અને શાસનદેવ પ્રતિ પ્રાથએ છીએ કે, પૂર્વાર્ધ કરતાં પણ ઉત્તરાર્ધમાં અહને વિશેષ સફલતા પ્રાપ્ત થાય. અહારી સફલતા એટલે કેઈ સજન એમ ન માની બેસે કે-“અહુને આ પુસ્તક પ્રકાશનમાં આર્થિક વિશેષ લાભ હે, એમ અહે ઈચ્છીએ છીએ. પરંતુ જનસમૂહ આ પુસ્તક વાંચી આત્મિક માર્ગમાં ગતિ કરે અને ધર્મમાં સુસ્થિત બને તથા પોતાના પૂર્વભૂત મહાત્માઓનાં અભૂત ચરિત્ર વાંચી, હેમને સત્યાકારે ઓળખે એજ અમ્હારી ભાવના અને એમાંજ અહારી સફલતા ! ઋષિમંડળવૃત્તિને ઉત્તરાર્ધ વિભાગ વધુ હોટ હોવાથી ઉત્તરાર્ધમાંનું પાંડવચરિત્ર અખ્ત પૂર્વાર્ધમાં આપી ગયા છીએ એટલે એ ચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યું નથી, આથી આ ગ્રંથ શ્રી કેશિ ગણધરની કથાથી શરૂ થાય છે. આ ઉત્તરાર્ધમાં ચાર અને કથાઓ મળી ૭૦ ની સંખ્યામાં આપવામાં આવ્યાં છે; જે એટલાં બધાં રસિક છે કે એક ચરિત્ર યા કથા પૂર્ણ થતાં તત્કાળ બીજું ચરિત્ર વાંચવાની ઈચ્છા રેકી શકાતી નથી. વિદ્યાશાળા તરફથી “પુસ્તક પ્રકાશન વિભાગ ઘણા વખતથી ખેલવામાં આવે છે એ વિભાગમાંથી અત્યાર સુધીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશમાં લાવી શક્યા છીએ. આ પુસ્તક પણ તેજ પુસ્તક પ્રકાશન વિભાગને આભારી છે. - દરેક સમાજના અસ્તિત્વનો આધાર હેના સાહિત્યની વિપૂલતા અને પ્રાચિન તીર્થોની સંરક્ષણતા ઉપર અવલંબી રહ્યો છે. જે સમાજમાં સાહિત્ય સમૃદ્ધિવાનું નથી, તે સમાજ કાં તે અમૂક વર્ષો પૂર્વે જ ઉત્પન્ન થયે હે જોઈએ અથવા હેનું જીવન, મરણ નજદીક પહોંચ્યું હોવું જોઈએ. આપણે જોઈ શક્યા છીએ કે આપણું જૈન સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે કેઈપણ વિદ્વાનથી એ માટે આશ્ચર્ય પ્રગટ કર્યા સિવાય રહી શકાય તેમ નથી. પાશ્ચાત્ય વિદ્વાનો કે જેઓ જૈન સાહિત્યની અજ્ઞાનતાને લીધે એમ કહેતા કે, The Jain have got no literature of their own and so they have no right to alive. “જેની પાસે પોતાનું સ્વતંત્ર સાહિત્ય નથી અને અને તેથી તેમને જીવવાને હક્ક નથી” તેજ વિદ્વાને આજે ખુલ્લા શબ્દોમાં જૈન સાહિત્યની અને હેની વિપૂલતાની તારીફ કરી રહ્યા
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy