SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસ્વામી' નામના અંતિમ દશપૂ ધરની કથા ( ૩૭૯) પછી પાંચસે સાધુઓના પરિવાર સહિત શ્રી વજ્રસ્વામી ભવ્ય જનાને પ્રતિબાધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સૂરીશ્વર શ્રીવસ્વામી પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા જ્યાં જ્યાં વિહાર કરવા લાગ્યા ત્યાં ત્યાં તેમની આવી રીતે પ્રશંસા થવા લાગી કે “ અહા એમનું ઉજ્જવળ એવું શીલ આશ્ચર્યકારી છે, લેાકેાત્તર શ્રુત પણ આશ્ચર્યકારી છે. પવિત્ર એવું સાભાગ્ય અને લાવણ્યતા પણ તેવાંજ આશ્ચર્ય ઉત્પન્ન કરનારાં છે,” '' હવે પાટલીપુર નગરને વિષે કુબેરના સરખા ધનવંત, લાકમાં સ`થી પ્રસિદ્ધ અને સર્વ ઉત્તમ ગુણાથી શ્રેષ્ઠ એવા ધન નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને કિમણી સમાન રૂપાળી, ચેાવનાવસ્થાની સપત્તિને પામેલી અને સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુના આશ્રયરૂપ રૂકિમણી નામે પુત્રી હતી. એકદા તે શ્રેષ્ઠીની ચાનશાલામાં શ્રી વસ્વામીના ગચ્છની કેટલીક સાધ્વીઓએ નિવાસ કર્યો હતા. તે સાધ્વીએ હુમેશાં શ્રી. વસ્વામીના સત્ય ગુણાની સ્તુતિ કરતી હતી. કહ્યું છે કે ગુરૂના ગુણુની સ્તુતિ કરવી એ એક સ્વાધ્યાય તથા આવશ્યક સમાન છે. શ્રી વસ્વામીના ઉત્તમ ગુણાને સાંભળી હર્ષ પામેલી રૂકિમણીએ શ્રી વજ્રસ્વામીને પેાતાના પતિ ઇચ્છતાં છતાં એવી પ્રતિજ્ઞા કરી કે “જો વજ્રસ્વામી મ્હારા પતિ થાય તાજ મ્હારે ભાગ ભાગવવા નહિતર મ્હારે ભાગથી સર્યું. કારણ ઇષ્ટ પતિ વિના શૈાભા શા કામની? હવે ત્રીજા જે કેાઇ માણુસ, ધનશ્રેણીને ઘરે તે રૂરૂકમણીનું હષથી માગુ કરવા આવતા તેનું પાતે રૂકિમણી મ્હાં મરડી તિરસ્કાર કરતી. આ વાતની સાધ્વીએને ખબર પડી ત્યારે તેમણે રૂકિમણીને કહ્યુ કે “ હું રૂકિમણી ! તુ ખરેખરી ભાળી દેખાય છે. કારણ જે તુ રાગરહિત એવા યતિ વાસ્વામીને વરવાની ઇચ્છા કરે છે.” ફિકમણીએ કહ્યું “ જો વજ્રસ્વામી યતિ છે તેા હું પણ પ્રત્રજ્યા લઇશ. કારણ જે તેમની ગતિ તે મ્હારી ગતિ.” એવામાં શ્રુતના સમુદ્ર એવા શ્રી વજીસ્વામી વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા તે પાટલીપુર નગરને વિષે આવ્યા. રાજાએ સૂરિનું આગમન સાંભલ્યું, તેથી તે, પેાતાના પિરવાર સહિત મ્હાટી સંપત્તિથી તેમને વંદન કરવા ગયા. ત્યાં તેણે આવતા એવા સ્વામીની ચારે તરફ ટોળે ટોળાં રહેલા સર્વે મુનિઓને તીવ્ર તપની સંપત્તિએ કરીને રાજાના સરખા અંગવાળા જોયા. રાજા સર્વે મુનિઓને કાંતિવાલા, સુંદર આકૃતિવાળા અને પ્રસન્ન એવા જોઈ વિચ રવા લાગ્યા કે “ આ સર્વે પ્રિયકારી ખેલનારા, યાના સમુદ્ર, સમતા તથા અમમતાના પાત્ર તેમજ ગુણવંત દેખાય છે. આમાં વસ્વામી કેણુ છે ? તે હું જાણતા નથી. જે સર્વ ગચ્છના અધિપતિ છે અને વંદના કરવા યેાગ્ય છે. હવે હું શું કરૂં ? ક્ષણ ઉભા રહી તેણે પૂછયું કે “ હું પવિત્ર તપોધન ભગવંતે ! તમારામાં વજસ્વામી કાણુ છે તે મને કહેા ? ” સાધુઓએ કહ્યું. “હે રાજન્ ! અમે વજ્રસ્વામીની પાસે રહેનારા છીએ, તેથી અમે તેમના સમાન કેમ તારાઓ ક્યાં અને થઇએ ?
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy