SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી બિડલવૃત્તિ ઉત્તરાદ્ધ પ્રત્યે દાખલ થયે. પછી તુરત જાગી ગએલા તે ન્હાના બંધુએ તેને નમન કર્યું એટલામાં અધમ અને નિર્દય ચિત્તવાળા મણિરથે તેને ખøપ્રહાર કર્યો. ધિક્કાર છે તેના નિયપણને, “મહારૂં ખડ્રગ પ્રમાદથી પડી ગયું” એમ કહીને પહેરેદાર પુરૂએ છેડી દીધેલ તે તુરત નગરમાં જતું રહ્યું. આ વાત ચંદ્રયશા કુમાર સાંભળી, તેથી તે પિતે વૈદ્ય અને પિતાના ઈષ્ટ અમાત્યની સાથે ત્યાં આવ્યું. મને “ના જાણ એવા વૈદ્યોએ અંદર પ્રસરાઈ ગએલા રૂધિરવાલા અને વિધુર એવા યુગબાહુના શરીરને જોઈ ઉપાય કરવા ત્યજી દીધા. જેને માટે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કેઃ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હોય, ઘુરઘુર શબ્દથી શ્વાસ ચાલતો હોય અને હોઠ પહેળા તથા શિથિલ બની ગયા હોય તે અરિષ્ટ ઉત્પન્ન થયું છે એમ જાણવું. પછી સતી મદનરેખાએ પિતાના પતિની અંત અવસ્થા જાણી તેને પરભવમાં ભાથાને માટે વિધિથી આરાધના કરાવી અને કહ્યું કે “હે પ્રાણનાથ ! હારી વિનતિ સાંભળે. તમે ધન અને સ્ત્રી વિગેરેમાં મેહ ત્યજી દઈ જૈન ધર્મ અંગીકાર કરે. 'સાવધાન થઈ પિતાના હિતને ભજે, જેણે કરીને સંસારમાં સારું કુટુંબ, નિરંગી દેહ અને ઉત્તમ ગૃહાદિ પ્રાપ્ત થાય છે. તે શ્રી જિનેશ્વર પ્રણિત ધર્મ સુકૃતથી જ પમાય છે. હે નાથ ! આચના, વ્રત, ગહ, પુણ્યની અનમેદના, છવક્ષમા, પાપસ્થાનને ત્યાગ, અનશન, શુભ ભાવ, ચતુદશરણની પ્રાપ્તિ અને પરમેષિમંત્રનું સ્મરણ આવી મોક્ષ સુખકારી દશ પ્રકારની આરાધના તમને થાઓ. જિનેશ્વરાનું ધ્યાન ધરી, ગુરૂના ચરણને નમસ્કાર કરી અને રત્નત્રય રૂપ સમક્તિને મનથી આશ્રય કરે કે જેથી તમારે કલ્યાણકારી માર્ગ હાય, જીવને વધ, જીરું, પરધન અને સ્ત્રીને સંગ ત્યજી દઈ તમે પિતાના પાપને ક્ષય કરવા માટે ભાવથી આણુવ્રતને સે. પિતાના ચિત્તમાં ઉત્તમ એવા ચાર ગુણવતેને ધારણ કરે. વળી આ લેકમાં તમે જે કાંઈ કાર્ય કર્યું હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. હે નૃપ! મન વચન અને કાયા વડે આલેચના લઈ શ્રી જિનેશ્વરના ચરણની સાક્ષીવડે સર્વ ‘મિસ્યા દુષ્કૃત કરવાથી તમને પ્રતિક્રમણ છે. આ લેકમાં અને પરલોકમાં કરેલા પિતાના દુકૃતને નિંદવાપૂર્વક બીજાના પુણ્યકાર્યની અનુમોદના કરે. વળી આ ભવમાં અને પરભવમાં તમે મન, વચન અને કાયાથી જે પુણ્ય કર્યું છે, તેની વારંવાર અનુમંદના કરો. જે જીને ઘણું દુઃખમાં નાખ્યા હોય તેની ક્ષમા માગે અને કેઈએ કરેલા તમારા પિતાના અપરાધની પીડા ત્યજી દ્યો. કર્મથી ઉત્પન્ન - થએલા સુખ દુઃખનું કઈ કારણ નથી તેમજ અને તત્ત્વથી કેઈપણ મિત્ર કે શત્રુ નથી. પ્રાણીઓ સાથે કરેલું વૈર દુર્ગતિને અર્થે અને મૈત્રી, મેક્ષ તથા સુખને અર્થ થાય છે. માટે તમે પ્રાણીઓની સાથે વેર ત્યજી દઈ તત્વનું ચિંતવન કરતા છતા મૈત્રી ધારણ કરે. માણસેના જે કાર્યથી છકાય જીને આરંભ થાય છે તેવા કાર્યને ત્યજી દઈ આ ઉત્તર કાલમાં હિતનું ચિંતવન કરે. પ્રાણીઓને વધ,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy