________________
( ૪)
મીત્રષિમડલ વૃત્તિ-ઉત્તરા સાકર, લાડુ, દ્રાખ અને માંડા વિગેરે બહુ ખાવાના પદાર્થો છે તેમાંથી તને રૂચે તે ગ્રહણ કર. હે વત્સ ! સ્વામીએ ત્યજી દીધેલી અને તુંજ એક જેને આશ્રયભૂત છે એવી નિરાધાર જે હું તેની પાસે આવીને તું મને હર્ષ પમાડેય, હર્ષ પમાડય. ” માતાનાં આવાં વચન સાંભલી જાણુ એ વજકુમાર “માતાએ કરેલા ઉપકાર રૂપ દેવાથી કઈ પુરૂષ છુટી શકતા નથીએમ ધારી વિચારવા લાગે કે “જે હું માતા ઉપર દયા કરી સંઘની ઉપેક્ષા કરીશ તે નિચે મને સંસાર બહુ લાંબે થશે. નહિ તે લઘુકર્મવાલી હારી ધન્ય માતા દીક્ષા લેશે.” આમ ધારી ગીંદ્રની પેઠે વજકુમાર પિતાના સ્થાન તરફથી માતા તરફ ગયે નહીં. પછી રાજાએ સુનંદાને કહ્યું. “હે સુનંદે! હવે તું જા, કારણ તે બોલાવ્યા છતાં પણ જાણે ક્રોધથીજ હાયની? એમ હારા તરફ આવ્યું નહીં.” અવસર આવ્યું જાણું ધનગિરિએ હાથમાં રહરણ લઈ થડા અક્ષરથી કહ્યું કે “વત્સ! જે દીક્ષા લેવામાં હારું ચિત્ત હોય અને તું તત્ત્વને જાણ હેાય તે મેં આપેલા આ રજોહરણને અંગીકાર કર.” મુનિનાં આવાં વચન સાંભલી ઉંચા કરેલા હાથવાલે વજકુમાર બાલહસ્તિની પેઠે પગની ઘુઘરીઓને શબ્દ કરતે જીતે ધનગિરિ તરફ ચાલ્યો. નિર્મલ મનવાલા વજકુમારે પિતાના ખેલામાં બેસી લીલા માત્રમાં તેમના ધર્મધ્વજને પિતાના હાથમાં લીધો.
પછી ખેદ પામેલી અને ગ્લાનિ પામેલા મુખવાલી સુનંદા પિતાના ચિત્તમાં ઉત્તમ બુદ્ધિવડે વિચારવા લાગી કે “હારા બંધુએ દીક્ષા લીધી, પતિએ પ્રવજ્યા અંગીકાર કરી અને હવે પુત્ર પણ દીક્ષા લેશે. તે પછી હું પણ ચારિત્ર અંગીકાર કરું. હમણાં હારે નથી પતિ કે નથી બંધુ, વલી પુત્ર પણ નથી. તેથી ગ્રહવાસ કરતા તપસ્યા લેવી એજ મહારે શ્રેયકારી છે. આ પ્રમાણે વિચાર કરી સુનંદા પિતાને ઘરે ગઈ અને ધનગિરિ વિગેરે સાધુઓ વજકુમારને લઈ ઉપાશ્રયે ગયા. વજકુમારે તેટલા વર્ષ સુધી (ત્રણ વર્ષ પર્યત) સ્તન પાન કર્યું. પછી તેણે તે ત્યજી દીધું. સિંહગિરિ ગુરૂએ તેને ફરી ધ્વીઓને સેવે પછી સુનંદાએ પોતે પૂર્વના પુણદયથી તેજ સુગુરૂના ગચ્છને વિષે દીક્ષા લીધી અને વૈરાગ્યથી બહુ તપ કરવા લાગી. અભ્યાસ કરતી એવી સાધ્વીઓના મુખેથી સાંભલીને સર્વ લબ્ધિના સમુદ્ર રૂપ એવા ભગવાન વજસ્વામી અગીયાર અંગ ભણી ગયા. વજસ્વામી આઠ વર્ષના થયા ત્યાં સુધી તે, સાધ્વીઓના ઉપાશ્રયે રહ્યા. ત્યાર પછી મુનિઓ તેમને પિતાને ઉપાશ્રયે લઈ ગયા.
એકદા શ્રી સિંહગિરિ ગુરૂએ અવંતિ નગરી પ્રત્યે જવા માટે પ્રયાણ કર્યું. એવામાં રસ્તે એક દિવસ મેઘ અખંડ ધારાથી વર્ષવા લાગ્યું. એટલે બાલ મુનિ વજસ્વામી વિગેરે સાધુના પરિવાર સહિત ગુરૂએ કઈ એક યક્ષ મંડપમાં નિવાસ કર્યો.
હવે વજકુમારને કે પૂર્વ ભવને મિત્ર જાશક દેવતા હતા, તેણે તે વખતે