SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ મીસ્યુલિભદ્રસ્વામી' નામના અતિમ શ્રુતકેવલીની કથા. ( ૩ ) શકટાલે કહ્યું. “ તું આ પ્રમાણે કરીને કેવલ વૈરીના સમૂહેાના મનારથને પૂ કરશે. યમરાજની પેઠે ઉદ્ધત થએલા આ સજા જેટલામાં મને કુટુંબ સહિત મારી નાખે તેટલામાં હે પુત્ર ! તું મને મારીને કુટુંબનું રક્ષણ કર. વલી હું' મુખમાં તાલ પુટ નામનું વષ નાખી રાજા આગલ મૃત્યુ પામીશ, જેથી તને અગાઉથી . મૃત્યુ પામેલા એવા મ્હારા મસ્તકને છેદવાથી પિતાની હત્યા નહિ લાગે. ” આ પ્રમાણે પિતાએ અહુ કહીને શ્રિયકને સમજાવ્યા, તેથી તેણે પિતાનું વચન માન્ય કર્યું, કહ્યું છે કે બુદ્ધિવત પુરૂષે ભવિષ્યમાં સારા ફુલને માટે પડેલાને વિદ્યારવું. પછી ખીજે દિવસે પ્રધાન, સેવાને અવસરે સભામાં આવ્યા. ત્યારે રાજાએ અવલું મુખ કર્યું ? તે જોઈ શ્રિયકે પેાતાના પિતાનું મસ્તક ખડગ વડે છેદી નાખ્યું. “ હું વત્સ ! તે આવું દુષ્કર કર્મ કેમ કર્યું ? એમ સંભ્રમથી નંદ રાજાએ શ્રિયકને પૂછ્યું એટેલે તેણે કહ્યું કે “ આપે તેને પાતાના દ્રોહી જાણ્યા તેથી મે' તેને મારી નાખ્યા છે. કારણ કે સ્વામીના ચિત્તના અનુસારથી તેના સેવકા કાર્ય કરે છે. સેવકના દોષ જણાયાથી સ્વામી તુરત વિચાર કરી શકે છે. પણ ધણીના દોષ જણાયા છતાં પણ તેમને વિષે સેવકે Àા વિચાર કરી શકાય ? ” પછી શકટાલનું ઉત્તર કાર્ય કરીને રાજાએ શ્રયકને હ્યુ. તું સર્વ વ્યાપારસહિત આ પ્રધાન મુદ્રા ધારણ કર. # શ્રિયકે નમન કરીને કહ્યું. “ મ્હારે પિતા સમાન સ્થૂલભદ્ર નામે હેાટા ભાઈ છે. તેણે કૈાશાની સાથે નિરંતર બેગ ભાગવતાં તેનાજ ઘરને વિષે પ્રમાદથી ખાર વર્ષ નિવાસ કર્યો છે. તેને તે મુદ્રા આપેા. રાજાએ તેને ખેલાવી પ્રધાનમુદ્રા લેવાનું કહ્યુ, ” સ્થૂલભદ્રે કહ્યું. “ હું આપનું કહેવું વિચારીને સ્વીકારીશ. ” રાજાએ કહ્યું. “ હે વત્સ ! જો એમ હાય તે આ અશેકવાડીમાં જઇ વિચાર કરી હમણાં મને જવામ આપ. ” પછી સર્વ પ્રકારના વિચારના જાણ એવા ઉત્તમ બુદ્ધિવાલા સ્મૃતિભદ્ર, અશેાકવાડીમાં જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. '' હું જે કે આ પ્રધાનમુદ્રા આરંભમાં સુખનું કારણુ જણાય છે, પરંતુ અંતે તે હારા પિતાની પેઠે લક્ષ દુ:ખનું કારણુ થઇ પડે છે. વલી જેમાં શયન, સ્નાન અને ભાજન વિગેરેનું જરાપણ સુખ દેખાતું નથી અને અતિ દુષ્કર એવુ મ્હાટુ પરાધિનપણું જણાય છે. જે મૂઢાત્મા પોતાના કાર્યને ત્યજી દઈ રાજ્ય કાર્ય કરે છે; તે આ લાકમાં હારા પિતાની પેઠે વિટંબના પામે છે. માટે ત્યારે રાજાના અધિકારનું કાંઇ પ્રત્યેાજન નથી. હું તેા સંસારના ઉચ્છેદને અર્થે આત્મકાય કરીશ. ” ઉત્તમ બુદ્ધિવાલા સ્ફુલિભદ્રે આ પ્રમાણે વિચાર કરી તુરત પાંચમુકી લેાચ કર્યો અને શાસનદેવીએ આપેલે યતિવેષ લીધા. પછી પુણ્યાત્મા એવા તેણે સભામાં જઈ છે. આ પ્રમાણે મે' આલેચ્યું. ” એમ કહી ભૂપતિને ધર્મલાભ દીધેાં. પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યના રસથી પૂર્ણ મનવાલા તે સ્થૂલિભદ્ર, તુરત રાજદ્વારથી નિકલી ચાલ્યા. “ નિશ્ચે તે કપટ કરી કાશાના ઘરે જશે ” એમ ધારી રાજા ગાખમાંથી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy