SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૨ ) શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ પછી રાજાદિ સર્વે લેકે મહેટ સત્કાર, માન અને દાન વિગેરેથી તેની નિર. તર અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. ત્રિકાલના જાણપણાથી તેના વચનને માણસે પ્રમાણ કરતા. અનુક્રમે તે વરાહમિહિર રાજમાન્ય થયું. તેના અતિશયને જોઈ કેટલાક શ્રાવકે મિઠ્ઠાવી થઈ ગયા. કારણ કે અજ્ઞાન સુલભ હોય છે. અન્યદા સાધુઓના પરિવાર સહિત શ્રી ભદ્રબાહુ મુનીશ્વર ભવ્યજનોને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે પ્રતિષ્ઠાન પુર પ્રત્યે આવ્યા. ત્યાં સર્વ સંઘે તે ગુરૂના આગમનને મહેટે મહોત્સવ કર્યો, કે જેનાથી શ્રી જૈનમત પરમ ઉન્નતિ પામ્યું હતું. આ અવસરે તેજ દિવસે વરાહમિહિરની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. વરાહ મિહરે પિતાના પુત્રની જન્મપત્રિકા કરી અને લેકમાં પોતાના પુત્રનું સો વર્ષનું આયુષ્ય પ્રસિદ્ધ કર્યું. પછી સર્વ નગરવાસી લોકે, વદ્વપન લઈ તેમની પ્રસન્નતા માટે તેમના ઘરે આવવા લાગ્યા. પછી સર્વ સંઘે ગુરૂને કહ્યું “હે વિશે ! આ૫ વરાહમિહરના ઘર પ્રત્યે કેમ નથી ગયા? એ દુષ્ટાત્મા જૈનશાસનને દ્વેષી અને સાધુઓને શત્રુ છે. તે જે તે પ્રકારે કરીને સંઘને દુઃખ દે છે. તમારા આવવા પહેલાં તેણે સંઘની આગલ કહ્યું હતું કે જેન લેકે પિતાના ગુરૂની પેઠે નિરંતર વ્યવહારના અજ્ઞાની હોય છે. એ રાજાને મુખ્ય માનિતે પુરહિત છે. લક્ષ્મીવડે પ્રબલ છે. તેથી તે સંઘને પીડાકારી મહા અનર્થ કરશે.” પછી શ્રી ભદ્રબાહુ ગુરૂએ સંઘને આ પ્રમાણે કહ્યું. “હે મહાનુભાવ! તમે ભય પામશે નહીં. તે બીચારે મૂઢ બુદ્ધિવાલે શું જાણે છે? આજથી સાતમે દિવસે તેના પુત્રનું મૃત્યુ થવાનું છે, તે વખતે અમારે તેના ઘરને વિષે જવું પડશે.” ગુરૂનાં આવાં વચન સાંભળી આશ્ચર્ય પામેલા શ્રાવકેએ કહ્યું. “હે સદગુરૂ! તે વરાહમિહરનું કહેલું વચન આજ સુધી કયારે પણ મિથ્યા થયું નથી. તે હે પ્રભે ! સાતમે દિવસે તે બાલકનું મૃત્યુ કેમ અને શા કારણથી થશે તે આપ અમને કહે?” શ્રી ભદ્રબાહુ ગુરૂએ કહ્યું. “હે ઉત્તમ શ્રાવકે! સાંભળે, તે બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું છે. પછી વિસ્મય પામેલા શ્રાવકોએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! આ વાત કોઈને કહેવી નહીં. કારણકે તે વરાહમિહર દુષ્ટ બુદ્ધિવાળે છે.” હવે વરાહમિહિરે આ વાત પરંપરાથી સાંભળી. તેથી તે વિચાર કરવા લાગે કે “આ મુનીશ્વરે શ્રતના જાણે છે, માટે તેમનું વચન મિથ્યા હોય નહીં. સૂરિએ આ બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી કહ્યું છે. માટે આ બાલકને બીલાડીને વેગ ન થાય તેમ હું કરું.” આ પ્રમાણે ધારી તેણે ચોથા માળ ઉપર બાલકને પ્રયનથી માંચીમાં સુવાડે અને પાસે રક્ષકે રાખ્યા. ભાવિ અન્યથા થતું નથી. સાતમે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy