SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ w yN (૩૮) થી મિડલ વૃત્તિ ઉત્તર એવા હારી સાથે વિદ્યારહિત એ હું આવતાં બહુ લજજા પામું છું. તે વિદ્યા સાધન કર્યું છે માટે તું જા. હારૂં માર્ગને વિષે કુશલ થાઓ. મેં હારી પેઠે વિદ્યા સાધન કર્યું નથી, એટલે હું ત્યાંના બંધુઓને શી રીતે મુખ દેખાડું? હા મેં પોતેજ પ્રમાદથી પિતાના આત્માને છેતર્યો છે. હવે હું શ્રમ કરી વિદ્યા સાધન કરીશ તુ એક વર્ષને અંતે હાર બંધુને ધ્યાનમાં લાવી પાછે અહીં તેડવા આવજે તે વખતે હું વિદ્યાસાધન કરી રહેવાથી હારી સાથે આવીશ.” - , :છી સ્ત્રીના પ્રેમપાશથી બંધાઈ ગએલા વિન્માલીને લઈ જવા અસમર્થ થએલે મેઘરથ પિતે એકલે વૈતાઢય પર્વત ઉપર ગયા. ત્યાં તેને તેના સંબંધી એએ “તું એકલો કેમ આવ્યું, ત્યારે ભાઈ કયાં છે? પૂછવા માંડયું, તેથી તેણે પિતાના ભાઈ વિઘુનાલીની યથાર્થ વાત કહી. - હવે અહીં વિન્માલીની ચાંડાલી કુરૂપ સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે, તેથી વિદ્યુમ્ભાલી જાણે વિદ્યાનિધિ પ્રાપ્ત થયે હાયની ! એમ બહુ હર્ષિત થયે જે, કે વિદ્યુમ્માલી ચાંડાલી ઉપર બહુ આસક્ત તે હતું તેથી પણ પુત્ર ઉપર વધારે આસક્તિ થઈ, તેથી તે મૂઢ બુદ્ધિવાલે પિતાના વિદ્યાધરપણાને સર્વ સુખને ભૂલી ગયો. વિન્માલીની સાથે ક્રિીડા કરતી રમતી એવી તે કુરૂપા ચાંડાલીનીએ ફરી બીજીવાર ગર્ભ ધારણ કર્યો. - અહીં વિદ્યાવંત એવા મેઘરથે એક વર્ષ નિર્ગમન કરી ફરી વિદ્યુમ્માલી પાસે આવીને કહ્યું. હે બંધ ! હું દેવાંગના સમાન વિદ્યાધરીઓની સાથે ક્રીડા કરું છું. અને તે આ કુરૂપ ચાંડાલીના સંગ રૂ૫ નરકને વિષે પડે છે. હું સાત ભૂમિના ઉદ્યાનવાલા મેહેલમાં વસુ છું અને તું નિરંતર સ્મશાન સમાન ચાંડાલની ઝુંપડીમાં રહે છે. વલી હું પિતાની વિદ્યાથી સિદ્ધ કરેલા મનચિંતિત ભેગ ભેગવું છું તેમજ ઉત્તમ પદાર્થનું ભજન કરું છું અને તું જુના ફાટેલા વસ્ત્ર પહેરે છે તેમજ હલકો ખોરાક થાય છે. માટે ભાઈ ! તું હમણાં વૈતાઢય પર્વત ઉપર ચાલ શું હારે વિદ્યાધના અનર્ગલ એવા ઐશ્વર્યને અનુભવ નથી કરે? વિન્માલીએ વિલક્ષ્ય હાસ્ય કરીને કહ્યું. “ આ મારી પુત્રવતી સ્ત્રી ફરી સગર્ભા છે. હું વજસમાન કઠોર હદયવાલા હારી પેઠે, આ જેને બીજા કેઈને આધાર નથી એવી, ભક્તિવાલી, પુત્રવાલી અને સગર્ભા એવી પ્રિયાને ત્યજી દેવા ઉત્સાહ પામતું નથી. ભાઈ ! તું અત્યારે જા, વલી અવસરે દર્શન દેજે. તુચ્છ આત્માવાલે હું આ અવસરે તે અહીંજ રહિશ.” પછી ખેદ પામેલા મેઘરથે તેને બહુ બહુ સમજાવ્યું, પણ અંતે તે પાછા ગયે. કહ્યું છે કે “માણસ મૂર્ખ હોય તે હિતકારી પુરૂષ તેને શું કરી શકે ? બીજા પુત્રના જન્મથી મૂઢ બુદ્ધિવાલે વિદ્યુમ્માલી તે ચાંડાલકુલને સ્વર્ગથી પણ અધિક માનવા લાગ્યું. જો કે તેને વસ્ત્ર, ભેજન વિગેરે પૂર્ણ મલતું નહીં.'
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy