________________
શ્રીજ બુસ્વામી' નામના ચમકેયલીની કથા.
( ૭૦૭) ( પદ્મશ્રી કહે છે કે ) “ હે નાથ ! તમે પણ આ પ્રાપ્ત થએલા વિષય સુખને ત્યજી દઈ પાછળથી વાનરની પેઠે પસ્તાવા કરતા નહીં. ”
'
જબૂકુમારે કહ્યું “ હે પદ્મશ્રી ! હું... અંગારા કરનારા પુરૂષની પેઠે કયારે પણ વિષયમાં નિશ્ચે અતૃપ્ત નથી. સાંભલ તે અંગારા બનાવનારાનું દ્રષ્ટાંત:-”
કોઇ એક અંગારા બનાવનાર પુરૂષ, ઉનાળાની ઋતુમાં સાથે બહુ પાણી લ વનમાં અંગારા બનાવવા માટે ગયા. અગારા બનાવતાં તેને અગ્નિના અને સૂર્યના કિરણાના તાપથી બહુ તરસ્યા લાગવા માંડી. તેથી અગ્નિથી તમ થએલા તે અંગારન કારક પુરૂષ, વનના હસ્તિની પેઠે વારંવાર પોતાના શરીર ઉપર, પાણી છાંટવા લાગ્યા તથા પીવા લાગ્યા. આમ કરતા સઘળું જલ ખુટી ગયું તાપણુ તેની તૃષા, શાંત થઇ નહીં. પછી તે પુરૂષ જેટલામાં વાવ વિગેરેમાં જલપાન કરવા જવા લાગ્યા તેટલામાં તૃષ્ણાથી પીડા પામેલે તે રસ્તામાં મૂર્છા આવવાથી પૃથ્વી ઉપર પડી ગયા પણ એટલું સારૂં થયું કે તે દૈવયેાગથી જાણે શિતલતાની માતા હાયની એવી કોઇ માર્ગના વૃક્ષની ગભીર છાયામાં પડયેા. વૃક્ષની નીચે શીતલ છાયામાં પડેલા તે પુરૂષને સુખ રૂપ જલની ની સમાન નિદ્રા આવી. પછી તે પુરૂષ મત્રથી પ્રેરેલા અગ્નિશસ્ત્રની પેઠે સ્વગ્નમાં સરેાવર, વાવ, કૂવા વિગેરે સર્વ જલાશયાને પાણી પીને સૂકવી નાખ્યાં. સ્વામાં આવી રીતે અહુ જલપાનથી પણ જેની તૃષા શાંત થઇ નથી એવા તે પુરૂષે ભમતા ભમતા કાદવવાલા પાણીથી ભરેલા એક જીણું કૂવાને દીઠા. કૂવામાં પાણી બહુ ઓછું હાવાને લીધે તે અગારકારક પુરૂષ તેમાંથી ખેાબાવડે પાણી પી શકયા નહીં તેથી જીભવડે ચાટવા લાગ્યા તાપણુ તેની દાહવરથી પીડાતા માણસની પેઠે કેાઇપશુ રીતે તૃષા શાંત થઇ નહી.
જબૂકુમાર પદ્મશ્રીને કહે છે કે, હે પ્રિયે ! આ દષ્ટાંતમાં અંગારા અનાવનાર પુરૂષ, તે જીવ જાણવા અને વાવ વિગેરેના સરખા જંતર તથા દેવતાઓના ભાગા જાણવા. જે જીવ સ્વર્ગાદિ સુખ ભોગવવાથી પણ તૃપ્ત થયા નહીં તે માણુસનાં સુખ ભોગવવાથી કેમ તૃપ્ત થશે. માટે તું આગ્રહ કર નહીં.
પછી પદ્મસેનાએ કહ્યું. “ હે નાથ ! નિશ્ચે મનુષ્યાના સ્વભાવ કર્મને આધિન છે. માટે આપ ભાગેાને ભાગવા ભાગમાં પ્રવૃત્તિ કરાવનારાં તેમજ ભાગથી નિવૃત્તિ કરાવનારાં અહુ દૃષ્ટાંતા છે. તેમાં નૂપુરપ ંડિતા અને શિયાળનું દૃષ્ટાંત છે તે તમે સાંભળેઃ
રાજગૃહ નગરમાં દેવદત્ત નામના સ્વર્ણકાર ( સેાની ) રહેતા હતા. તેને દેવદિન્ન નામે પુત્ર હતા. તે દેવદિન્તને દુલિા નામની સ્ત્રી હતી.
એકદા તે દુલિા કટાક્ષથી યુવાન પુરૂષાના ચિત્તને સર્વ પ્રકારે ક્ષેાભ પમાડતી નદીએ જલક્રીડા કરવા માટે ગઇ. અદ્ભુત વસ્ત્રોથી ચાલતી અને સર્વ પ્રકારના