________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર' નામના મહર્ષિઓની કથા, ( ૨૭૩ )
પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના ઉપર પૂર્વ ભવના પ્રેમથી તેનું બહુ પ્રિય કરનારા થયા. તેથી તે દેવ નવીન કલ્પવૃક્ષની પેઠે હંમેશાં પ્રિયા સહિત એવા શાલિભદ્રને અયાચિત તેમજ દ્વિવ્ય એવા વસ્ત્રાલંકાર આપવા લાગ્યા જે કે ભદ્રા તા. ઘરનાં સર્વ કામ કરતી હતી પણ સુખસમૂહમાં રહેલા શાલિભદ્રતા દિવસ કે રાત્રિ કાંઇપણ જાણતા નહિ.
એકદા કાઇ વેપારીએ ખીજા દેશમાંથી રાજગૃહ નગરમાં આવી શ્રેણિક રાજાને હર્ષથી રત્નકંબલ દેખાડી. પણ તે બહુ મૂલ્યવાળી હાવાથી શ્રેણિકે એક પણ લીધી નહિ તેથી તે વેપારી ભદ્રાને ત્યાં ગયા. ભદ્રાએ તેને મોઢે માગેલું મૂલ્ય આપી સઘળી રત્નકખલેા લઈ લીધી. હવે એમ બન્યું કે ચેલ્લા રાણીને રત્નકાલની ખખર પડી તેથી તેણીએ શ્રેણિક રાજાને કહ્યું કે “ હે વિભા ! મહા મૂલ્યવાળુ` પણ તે એક રત્નકબળ મને લઈ આપો. પછી શ્રેણિક રાજાએ વેપારીને બેલાવીને તેને ચાગ્ય મૂલ્ય લઇ એક વસ્ત્ર આપવાનું કહ્યું. વેપારીએ ઉત્તર આપ્યા કે ભદ્રાએ વાત વાતમાં આગ્રહથી મ્હારી સર્વ રત્નકખલા લઈ લીધી છે.' પછી શ્રેણિકે એક માણસ ભદ્રા પાસે માકલી મૂલ્યથી એક રત્નકખલ લેવાનું કહ્યું. ભદ્રાએ કહ્યુ કે “ રત્નકખલા સાલજ હતી તેથી તે સર્વેના ખબે કડા કરી મ્હારા શાલિભદ્ર પુત્રની ત્રીસ સ્રીઓને દરેકને એક એક કકડા સ્નાન કર્યો પછી અગ લેાત્રા માટે આપી દીધા છે. જો તે અંગ લેાવાથી જિણું થઈ ગએલા રત્નક ખલાના કકડાને ખપ હાય તાજ રાજાને પૂછી આવીને હારી ઈચ્છા પ્રમાણે લઇ જા. ” સેવકે રાજા પાસે આવી ભદ્રાએ કહેલી વાત નિવેદન કરીને કહ્યું કે “હું નાથ ! વેપારીઓના અને રાજાના આ મ્હોટા અંતરને આપ જુઓ.” પછી શ્રેણિક રાજાએ કાતુકથી શ્રેષ્ઠીના પુત્ર શાલિભદ્રને જોવાના હેતુથી તેજ તને ફરીથી માકલી શ્રેષ્ઠી પુત્રને પેાતાની પાસે ખેલાયેા. તે વખતે ભદ્રાએ તે આવેલા સેવકને કહ્યું. તું ભૂપતિને કહે કે “ મ્હારો પુત્ર કયારે પણ ઘરથી બહાર જતા નથી, “ માટે હે રાજન્ ! આપ પાતાના ચરણથી મ્હારા ઘરને પવિત્ર કરો.” સેવકે તે વાત રાજા શ્રેણિકને કડી એટલે શ્રેણિક રાજાએ ભદ્રાને ત્યાં આવવું કબુલ કર્યું. પછી ભદ્રાએ તે વખતે નગરને સુશેાભિત કરવા સારૂ ગાભદ્ર દેવનું સ્મરણ કર્યું તેથી તે દેવે ભદ્રાના ઘરથી માંડીને રાજાના મંદીર સુધી રત્નજડિત સિ ંહાસનાને ઉપરા ઉપર ગોઠવી હારની શેાભા કરી દીધી. પછી બજારની શાભા થએલી જાણી ભદ્રાએ શ્રેણિક રાજાને તેડાવ્યેા તેથી રાજા શ્રેણિક પગલે પગલે વિસ્મય પામતા છતા શાલિભદ્રના ઘર પ્રત્યે આવ્યેા. અતિ વિસ્મય પામેલા ચિત્તવાળા શ્રેણિક રાજા શાલિભદ્રના ઘર પ્રત્યે આવી રત્નના સિંહાસનેાથી ગાઠવેલી ચેાથી ભૂમિકા ઉપર બેઠા. પછી ભદ્રાએ સાતમા માલ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું કે “હે વત્સ ! તને જોવા માટે શ્રેણિક રાજા આપણે ઘરે આવ્યા છે માટે તું ત્યાં ચાલ.” શાલિભદ્રે માતાને કહ્યું “હું માત
૩૧