________________
શ્રીનમિલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ વખતે બહુ વર્ષાદ વરસવા લાગ્યું હતું જેથી સલકીના ગંધવડે અને હસ્તિઓના વનથી ઉત્પન્ન થએલા પવન વડે ચારે તરફથી હણાએલે તે મદેન્મત્ત હસ્તિ પોતાની વિધ્યાટવીનું સમરણ કરી દેડવા લાગ્યા. જો કે અનુચરો તેની પાછળ દોડયા પરંતુ તેને પકડી શક્યા નહીં. એટલું જ નહીં પરંતુ તેઓની દ્રષ્ટિએ પણ ન આવે તેટલે દૂર જ રહ્યો. જેમ કુકર્મ વડે કરીને ચેતના સહિત છવ વિષમસ્થાન પ્રત્યે ચડી જાય તેમ તે દુષ્ટ હસ્તિવડે પ્રિયા સહિત રાજા, વનમાં બહુ દૂર જ રહ્યો. કેલના સમાન કેમલ શરીરવાલી અને ગર્ભયુક્ત રાણીની સાથે રાજાને પણ એ બલવંત હસ્તિ મહા અરણ્યમાં ખેંચી લાવ્યું. પછી સમ, વિષમ, ઉત્કૃષ્ટ દૂર અને નજીકના અનેક ભાવેને વિચાર કરતા એવા રાજાએ માર્ગમાં એક વડનું વૃક્ષ જોઈને કહ્યું કે “હે ભદ્રે ! આ માર્ગમાં સામે પેલું વડનું વૃક્ષ આવે છે તેની શાખાઓ આપણે વળગી પડીએ.” એમ કહીને વડવૃક્ષ આવ્યું એટલે રાજા પિતે ચાતુરીથી તેને વળગી પડે. રાણી તેમ ન કરી શકી તેથી હસ્તિ, તેણીને આગળ લઈ ગયે. રાજા વડવૃક્ષથી નીચે ઉતર્યો એટલામાં તેને બહુ હષવાનું સર્વ સૈન્ય આવી મળ્યું. પછી પ્રિયાના વિયોગથી ગાઢ શોકવાલે તે રાજા ધીમે ધીમે પિતાની ચંપાપુરીને વિષે ગયે.
હવે જાણે સાક્ષાત્ દુષ્ટ કર્મ જ હાયની એવો તે દુષ્ટ હસ્તિ, તે રાણીને મનુષ્ય રહિત એવા મહા અરણ્યમાં લઈ આવ્યું. ત્યાં તૃષાથી આકુલ વ્યાકુલ થએલા આત્માવાલા અને તાપથી તપી રહેલા તે હક્તિએ, દિશાઓને જોતાં છતાં કઈ જલથી ભરપૂર તલાવ દેખી તેમાં પ્રવેશ કરવા માંડે. જલમાં પ્રવેશ કરી સુંઢવતી જલને ઉડાડી દિન બનાવી દેતે એ તે હસ્તિ આકૃતિ અને કાર્યથી-કર્મથી મેઘ સમાન દેખાવા લાગે. પછી તૃષાથી આકુલ એ તે હસ્તિ જેટલામાં અગાધ જલને વિષે જવા લાગે તેટલામાં રાણી તેના ઉપરથી ધીમે નીચે ઉતરીને તલાવની બહાર આવી. એકતે હસ્તિથી ભય પામેલી અને બીજું મહાભયંકર વનમાં આવેલી તે રાણી બહુ ખેદ પામતી છતી પોતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગી. “ મનુષ્યના વિધિને ધિક્કાર હે ધિક્કાર છે ! જે વિધિ મહેટા પુરૂષોને પણ કારણ વિના નિરંતર ઓંચિતી વિટંબના પમાડે છે. અરે તે હારું નગર ક્યાં ? તે હારે પ્રાણનાથ કયાં ? તે હારી લક્ષ્મી ક્યાં ? અને તે મારું સુખ કયાં? ખરેપર દુષ્કર્મના વિપાકથી મહારું તે સવે વૃથા થયું. હવે વિધિને ઠપકો આપવાથી શું ? અથવા કુકર્મની ચિંતાથી પણ શું ? આ વખતે તે પ્રાપ્ત થએલી આપત્તિની પ્રતિક્રિયા કરવામાં ઉત્સાહ રાખવો જોઈએ. અનેક હિંસક જીથી ઉન્ન થએલી આપત્તિવડે કરીને કારણ વિના આ અતિ ભયાનક એવા ઘાટા વનમાં નિચે હાફ મત્યુ થવાનું છે. તે પછી હમણાં શા માટે પ્રમાદ કરું?” આ પ્રમાણે વિચાર કરીને પછી ધીરજને આશ્રય કરી તે પદ્માવતીએ જાણે પિતાનું છેલ્લું કાર્ય હાયની?