________________
અમારા
(૨૫૪)
શ્રી રાશિમલવૃત્તિ-ઉત્તરદ્ધ, લોકોએ સ્વપને કુમેન્યાસની શિલા સહિત બેદી કાઢયે જેથી કુણિકે બાર વર્ષને અંતે વિશાલા નગરીને તેડી પાડી. કારણ કે પૂર્વને સ્તૂપ સંબંધી મહિમા દુરતિકમ હેાય છે. પછી ચેડા રાજાનું અને કૃણિકનું યુદ્ધ બંધ થયું. આવું ભયંકર યુદ્ધ આ અવસર્પિણીમાં પૂર્વ ક્યારે પણ થયું નહોતું. યુદ્ધ બંધ થયા પછી ચંપાનગરીના રાજા કુણિકે ચેડા મહારાજાને દુત મોકલી કહેવરાવ્યું કે “ આપ મહારા માતામહ થાઓ છે જેથી આપ સ્વારે પૂજ્ય છે તે હું આપનું શું ઈષ્ટકાર્ય કરું?” ચેડા રાજાએ કહ્યું, કે જય ઉત્સવમાં ઉત્સુક એવા તારે નગરીમાં વિલંબથી પ્રવેશ કરે. ચેડા રાજાનું કહેલું તે કૂણિકને કહ્યું. તેથી તેણે વિચાર્યું કે “તેમણે લજજાકારી આ શું માગ્યું? તે પણ તેણે તે વાત અંગીકાર કરી.
હવે ચેડા રાજાની પુત્રી સુષ્ઠાને પુત્ર કે જે બલવંત સત્યકીનામે વિદ્યાધર હતે તેને આ ભયંકર યુદ્ધની ખબર પડી તેથી તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે “બલવંત શત્રુએ પીડા પમાડેલી મ્હારા માતામહની પ્રજાને હું શી રીતે જોઉં? માટે હું તે પ્રજાને કઈ બીજા સ્થાનકે લઈ જાઉં.” આમ ધારી તેણે પિતાની વિદ્યાથી સર્વ નગરવાસી માણસને પુષ્પની પેઠે નીલવંત પર્વત ઉપર લઈ જઈ લાલન પાલન કયા. ચેડા રાજાએ પણ લેઢાની પુતલી પોતાના કંઠે બાંધી અનશન લઈ અત્યુ માટે કૂવામાં ઝપાપાત દીધે. મૃત્યુના મુખમાં આવેલા ચેડા રાજાને કુવામાં પડતા જોઈ નાગરાજ તેમને પિતાના સાધમિક જાણું તુરત પોતાના મહેલમાં તેડી લાવ્યા. ત્યાં નાગરાજે પ્રસંસા કરેલા શાંત આત્માવાલા અને શુભ મન વાલા તેમજ મૃત્યુથી ભય નહિ પામતા એવા ચેડા રાજા વિધિથી આરાધના કર. વામાં ઉદ્યમવત થઈને રહેવા લાગ્યા. નમસ્કારનું સ્મરણ કરતા તેમજ બે પ્રકારના પરિગ્રહથી મુક્ત થએલા તે ચેડા રાજા કેટલેક દિવસે મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. કણિકરાજાએ ગધેડા જોડેલા હળ વડે ખેતરની પેઠે વિશાળ નગરીને બેઠી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, આવી દુસ્તર પ્રતિજ્ઞાને નદીની પિઠે પાર પામી શ્રેણિક રાજા મ્હોટા મહોત્સવથી પોતાની ચંપાનગરી પ્રત્યે આવે.
એકદા ત્રણ વિશ્વના ગુરૂ અને દેવતાઓથી વિંટલાયેલા શ્રીવીરપ્રભુ વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા કરતા ચંપાપુરીને વિષે સમવસર્યા. આ વખતે પુલના મૃત્યુને લીધે સંસારથી વૈરાગ્ય પામેલી કાલાદિની માતાઓ કે જે શ્રેણિક રાજાની પ્રિયા થતી હતી, તેણીઓએ શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. વિશ્વના સંશયને છેદન કરનારા શ્રી વિરપ્રભુને વંદના કરવા માટે કૃણિક રાજા સમવસરણમાં આવ્યું ત્યાં તેણે અરિહંતને નમસ્કાર કરી ગ્રસ્થાને બેસી અવસરે પિતાના મસ્તક ઉપર હાથ જેડી શ્રી વિરપ્રભુને પૂછયું કે “હે નાથ ! જે ચક્રવતિઓ સંપૂર્ણ એવી કામગની સમદ્ધિને નથી ત્યજતા તેમજ જેઓ પિતાના સ્થાનને નથી ત્યજી દેતા, તેઓ મૃત્યુ
૧ માને બાપ તે માતામહ કહેવાય છે.