SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૦ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ પ્રતિમાને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. “ હે ત્રણ જથા નાથ, હે અક્ષય સુખ આપનારા, હું કેવલજ્ઞાનથી લેાકાલાકને પ્રકાશ કરનારા અહંન્ ! તમે જયવતા વો. ” પછી પ્રભાવતી હર્ષ થી પેલા નાવિકના દ્રવ્યથી સત્કાર કરી ન્હાટા ઉત્સવથી પ્રતિમાને પેાતાના અંત:પુરમાં લઇ ગઇ. ત્યાં તેણીએ એક જિનમંદિર બનાવી તેમાં મૂર્તિ પધરાવી, પછી પ્રભાવતી હંમેશાં સ્નાન કરી પૂજન કરતી, એકદા પ્રભાવતી રાણી હ પૂર્વક કમલેા વડે જિનેશ્વરની પ્રતિમાનું પૂજન કરી ખીજી સ્ત્રીઓ સહિત અદ્ભૂત ગાયન કરવા લાગી. આ વખતે ચતુર એવા ઉદાયન રાજા ગુણેાથી માહ કરનારી, સ્પષ્ટ સ્વરવાલી અને છ ભાગથી બનાવેલી વીણાને વગાડવા લાગ્યા. જેથી પ્રભાવતી રાણી વૃદ્ધિ પામેલા ભાવથી જિનેશ્વરની પ્રતિમા આગલ ગઢારાદિથી બહુ નૃત્ય કરવા લાગી. આ અવસરે ભૂપતિએ પ્રભાવતીનું મસ્તક નહિ દેખતાં ફકત તેણીનું શરીર નૃત્ય કરતું દીઠું. આવું અરિષ્ટ જોવાથી રાજા બહુ ક્ષેાભ પામી ગયા જેથી જેમ નિદ્રાવાલા માણસના હાથમાં કાંઈ વસ્તુ પડી જાય તેમ તેના હાથમાંથી કાંખી પડી ગ્રઇ. આમ આચિંતા નૃત્યના ભંગ થયા તેથી ક્રોધ પામેલી રાણીએ ઉદ્યાયનને કહ્યું. “ અરે તમે કેમ વગાડવું બંધ કરી મને તાલભ્રષ્ટ કરી ? ” રાણીએ વારવાર ભૂપતિને હાથમાંથી કાંખી પડી ગયાનું કારણ પૂછ્યું એટલે ભૂપતિએ યથાર્થ વાત કહી. કહ્યું છે કે સ્ત્રીના કદાગ્રહ બળવંત હાય છે. પ્રભાવતીએ કહ્યું. “ આ દુનિમિત્તથી હું અલ્પાયુષી હું ખરી તેા પણ જ્યાં સુધી હું ધર્મકાર્ય કરૂં છું ત્યાં સુધી મને મૃત્યને ભય શે છે ? ઉલટુ આ દુનિ મિત્તનું દર્શન મને આનંદ કરનારૂં છે અને તે નિશ્ચે હમણાં મને દીક્ષા લેવાના અવસર સૂચવે છે. ” આ પ્રમાણે કહી રાણી પ્રભાવતી મૃત્યુથી જરા પણ ભય ન પામતી છતી અંત:પુરમાં ગઈ પણુ અરિહંતના મતને નહિ જાણનારા ઉદાયન રાજા તેા ખડું ઉદ્વેગ પામવા લાગ્યા. એકદા પ્રભાવતી રાણીએ, સ્નાન કરી પવિત્ર થઇ પ્રભુને પૂજન કરવાને ચાગ્ય પવિત્ર વસ્ત્ર દાસી પાસે મગાવ્યાં. ભવિષ્યમાં વિન્ન થવાને લીધે દાસીએ આણેલા વજ્રને તેણીએ રક્તવર્ણનાં દીઠા તેથી રાણીએ “આ અવસરે આ વસ્ત્રો અયાગ્ય છે. ” એમ કહી બહુ ક્રોધ પામીને દાસીને દર્પણુ ફૂંકીને મારી. દાસી દર્પણુના પ્રહારથી તુરત મૃત્યુ પામી કારણકે કાલની ગતિ વિષમ હાય છે. પછી રાણી પ્રભાવતીએ તેજ વસ્ત્રોને તુરત શ્વેતવર્ણનાં જોઇ વિચારવા લાગી કે “ અરે ધિક્કાર છે મને, જે મેં વ્રત ખંડન કર્યું. પાંચેન્દ્રિય જીવને વધે પણુ નિશ્ચે નરકગતિ આપનારા છે તે પછી સ્ત્રીવધનું તે શું કહેવું, માટે હવે મ્હારે વ્રત લેવું એજ ઉત્તમ છે, પછી દાસીની હત્યાથી વિશેષે વૈરાગ્ય પામેલી પ્રભાવતી રાણીએ ભૂપતિને કહ્યું કે “ હે નાથ ! નિચે હું અલ્પ આયુષ્યવાલી છું, કેમકે મે અનર્થ કર્યો. માટે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy