________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુંગવની કથા, (૧૯) પુત્ર વિનાની હું પણ ચારિત્ર લઈશ. પરંતુ પ્રથમ ઉત્તમ તીર્થોની યાત્રા કરી મનુખ્ય ભવનું ફળ ગ્રહણ કરીએ. કારણ દ્રવ્યથી નહિ પણ ભાવથી કરેલી જિનેશ્વરની પૂજા નિચે વ્રતને વિષે જોડે છે. આવા વિચારથી જ હું એ બને સ્ત્રીઓ સહિત તીર્થયાત્રા કરવા નિકળી છું.”
અભયકુમારે કહ્યું. “જે એમ છે તે તમે આજે હાર પણ થાઓ. કારણ સાધર્મિની પરણાગત કરવી એ તીર્થથી પણ પવિત્ર છે.” ગણિકાએ કહ્યું. “આપે બહુ સારું કહ્યું. પરંતુ આજે અમે તીર્થોપવાસ કર્યો છે તે તમારા પરેરણા શી રીતે થઈએ?” તેણુઓની આવી નિષ્ઠાથી હર્ષ પામેલા અભયકુમારે ફરીથી કહ્યું. “તે તમારે કાલે સવારે મહારા ઘર પ્રત્યે આવવું.” વેશ્યાએ કહ્યું. દેહ ક્ષણભંગુર હોવાથી પ્રાણુઓને જન્મ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જાય છે. તે “હું અમુક કામ કાલે કરીશ.” એમ કો બુદ્ધિવાન કહે? અભયકુમાર “હમણાં એમ છે. હું ફરીથી કાલે સવારે તમારું આમંત્રણ કરીશ.” એમ કહી તેઓને રજા આપી પોતે જિનેશ્વરને વંદનાદિ કરી ઘરે આવ્યો.
બીજે દિવસે અભયકુમાર, તે ત્રણે જણીઓને પોતાને ત્યાં બોલાવીને પોતાના ઘર દેરાસર પ્રત્યે વંદના કરવા તેડી ગયે. ત્યારપછી તેણે ઉત્તમ વસ્તુના ભેટનું પૂર્વક ભજન કરાવ્યું બીજે દિવસે તે ગણીકાએ પણ પ્રમાણભૂત થઈ જઈને અભિયેગથી અભયકુમારને નિમંત્રણ કર્યું. કહ્યું છે કે સાધર્મિક નિમંત્રણ કરેલા તેવા માણસે શું શું નથી કરતા? વેશ્યાએ પણ અભૂત એવા નાના પ્રકારના ભેજનથી અભયકુમારને ભજન કરાવ્યું, અને ભેજનની અંદર પીવા માટે ચંદ્રહાસ નામની મદીરા આપી. ભજન કરી રહ્યા પછી તુરત મદીરાના નીશાથી વ્યાપ્ત થવાથી સૂઈ ગએલા અભયકુમારને વેશ્યા પોતાના નગર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણુએ ચંડપ્રદ્યતનને અભયકુમાર સેંપી તેને લાવવાનું સર્વ વૃત્તાંત કહ્યું. ચંડપ્રદ્યોતને તે વેશ્યાને કહ્યું. “તેં આ સારૂ કર્યું નહિ જે એ વિશ્વાસી માણસને ધર્મના દંભથી છેતરી અહિ આ.” વળી ઉત્તમ બુદ્ધિવાળા અને નિતિના જાણ એવા તેણે અભયકુમારને પણ કહ્યું કે “હે અભયકુમાર? બીલાડી જેમ પિપટને ખેંચી આણે તેમ આ વેશ્યા તને અહિં ખેંચી લાવી છે. અભયકુમારે કહ્યું. “જેનો આવી બુદ્ધિથીજ રાજધર્મ ચાલે છે, તે તે તું પોતેજ છે. અભયકુમારના આવા વચનથી કેપ પામેલા તથા લજજા પામેલા ચંડપ્રદ્યોતને અભયકુમારને પોપટની પેઠે લાકડાના પાંજરામાં ઘાલ્યો.
હવે ચંડપ્રદ્યતન રાજાને ત્યાં શિવાદેવી રાણી, અગ્નિભીરૂ રથ, અનલગિરિ હસ્તિ અને લેહજઘ ટપાલી એ ચાર રત્ન હતાં. મહારાજા ચંડપ્રદ્યોતન લેહજઘને કાંઈ કાર્ય પ્રસંગે વારંવાર ભૂગુકચ્છ (ભરૂચ) મોકલતો હતો. એકદા ભગુકચ્છના રાજાએ પિતાને ત્યાં આવેલા લેહજંઘને જોઈ વિચાર્યું કે “આ લેહજંઘ એક દિવસમાં પચીશ જન જાય છે અને તે વારંવાર એક બીજાના સમાચાર લાવે