SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) શ્રી વિમવૃત્તિ ઉત્તરદ્ધ ખેંચી લેવી એ દુષ્કર કામ અમારાથી બનવું અશક્ય છે. પછી ત્યાં અભયકુમાર આવ્યો તેણે તે વાત કુવા પાસે ઉભેલા માણસો પાસેથી જાણી હાસ્યપૂર્વક તેમને કહ્યું. “હે લેકે! શું તે દુકર છે કે એ વિંટી ગ્રહણ કરાતી નથી? લેકેએ કહ્યું. એ મુદ્રિકાને તે હાથમાં પહેરી શી અર્ધરાજ્ય, રાજકન્યા અને મુખ્યમંત્રીપદ સ્વીકાર. પછી બુદ્ધિમત અભયકુમારે કૂવાના કાંઠા ઉપર રહીને કુવામાં રહેલી વિંટી ઉપર લીલું છાણ નાખ્યું, અને ઘાસને પુળો સલગાવી તેના ઉપર ફેં. તેથી તે છાણ તુરત સુકાઈ ગયું. પછી બીજા કુવામાંથી નીકવાટે તે કુવામાં જલ ભર્યું, જેથી સૂકાઈ ગએલું છાણું વિટી સહિત ઉપર આવ્યું. અભયકુમારે તરતા છાણાને હાથમાં લઈ તેમાંથી વિંટી કાઢી લીધી, કહ્યું છે કે બુદ્ધિરૂપ ધનવાલા પુરૂએ કરેલા ઉપાયને શું દુષ્કર છે? રક્ષક પુરૂષએ આ વાત શ્રેણિક ભૂપતિને કહી, તેથી તેણે આ શ્ચર્ય પામીને તુરત હર્ષથી અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા. શ્રેણિક ભૂપતિએ પુત્રની પ્રતીતિથી અભયકુમારને આલિંગન કર્યું. કારણ કે અભણ એવાય પણ બંધુને જેવાથી મન ખુશી થાય છે. “ તું ક્યાંથી આવ્યો છું? એમ શ્રેણિકે અભયકુમારને પૂછયું એટલે અભયકુમારે કહ્યું કે “હે વિજે! હું બેનાતટ નગરેથી આ છું.” શ્રેણિકે કહ્યું. “ ત્યાં પ્રખ્યાત એવા ભદ્ર શ્રેષ્ટી અને તેની ગુણરત્નની ભૂમિરૂપ નંદા નામની પુત્રી છે કે?’ અભયકુમારે “હા ત્યાં ભદ્રશ્રેણી રહે છે.” એમ કહ્યું એટલે ફરી શ્રેણિકે પૂછયું. “ તે ધન્ય એવી નંદાને કંઈ સંતાન છે ?” પ્રસન્ન ચિત્તવાલા અભયકુમારે કહ્યું. “નંદાએ અભયકુમાર નામના પુત્રરત્નને જન્મ આપે છે.” શ્રેણિકે ફરીથી “તે“કેવા રૂપાલ તથા કેવા ગુણવાલે છે?” એમ પૂછયું એટલે અભયકુમારે કહ્યું કે “હે સ્વામિન્ ! મને તે નંદાને પુત્ર અભયુકુમાર આપ જાણે.” પુત્રનાં આવાં વચન સાંભલી ભૂપતિએ પુત્રને સ્નેહથી આલિંગન કરી, મસ્તક સુંઘી હર્ષથી ખેાળામાં બેસાડી અને પછી પૂછયું કે “હે વત્સ! હારી માતા કુશલ છે?” અક્ષયકુમારે હાથ જોડીને કહ્યું. ભમરીની પેઠે આપના ચરણ કમલનું સ્મરણ કરતી તે મ્હારી માતા હમણું આ નગરના બહારના ઉદ્યાનમાં સમાધિથી બેઠી છે.” પછી શ્રેણિકે આનંદથી નંદાને તેડી લાવવા માટે સર્વ સામગ્રી કરી અભયકુમારને આગલથી કર્યો. અને પોતે પણ બહુ ઉત્સાહ ધરતે જેમ પદ્મિની સામે મરાલા જાય તેમ નંદાની સામે ગયે. ભૂપતિએ ઉદ્યાનમાં કાજલરહિત નેત્રવાલી, સુકાઈ ગએલા ગાલ ઉપર લટકતા કેશવાલી, મલીનવાલને ધારણ કરતી, હાથમાંથી નિકલી જતા કંકણવાલી, દુર્બલ અને પડવાના ચંદ્રની કલાના સમાનપણાને ધારણ કરતી એવી નંદાને હર્ષથી બહેકાલે દીઠી. શ્રેણિક મધુર વચનથી નંદાને આનંદ પમાડી પોતાના ઘર પ્રત્યે લઈ ગયો. ત્યાં રામે નિમલ એવી સીતાની પેઠે તેણે નંદાને પટ્ટરાણ પત્ર આપ્યું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy