________________
શ્રીસુબાહુકુમાર' નામમાં મહર્ષિ ની કથા
( ૨૦૭ )
*
??
અને સર્વ દુ:ખાનું કારણ છે; તેા પછી તે શરીરને વિષે મ્હારે શી પ્રીતિ કરવી ? જીર્ણ થએલા ઘર સમાન આ વિનશ્વર સ્વભાવવાળા શરીરને વિષે મ્હારા પ્રતિમધ નથી માટે હું તે હમણાંજ દીક્ષા લઇશ. ” પ્રેમથી પૂર્ણ અંગવાળા માતા પિતાએ ફ્રી કહ્યું. સમાન વયવાળી, તુલ્ય રૂપવાળી, ગુણુરૂપ જલના કુવા સમાન તથા ત્યારે વિષે ભક્તિવંત અને વિનિત એવી પાંચસે સ્ત્રીઓ છે. હે પુત્ર ! વિલાપ કરતી એવી તે અનાથ સ્ત્રીઓને તું શા માટે ત્યજી દે છે? ” પુત્રે કહ્યું. “ હે માતા પિતા ! મ્હારે ભવ ભવને વિષે પ્રેમવાળી બહુ સ્ત્રી થઇ છે. તેણીએએ મને દુર્ગતિપાતથી મચાવ્યેા નથી પરંતુ તેણીએના પ્રેમથી મ્હારે ઉલટુ બહુ દુ:ખ ભાગવવું પડયું છે. મે દેવાદિભવને વિષે અહુ ભાગેા ભાગળ્યા પણ જેમ નદીએથી સમુદ્ર તૃપ્તિ ન પામે તેમ હું તે ભેગાથી તૃપ્તિ પામ્યા નથી. વળી બીજી એ કે ફક્ત આરંભમાં મધુર પરંતુ પરિણામે અત્યંત વિરસ એવા વિષયેા વિષ સમાન છે. તા તેઓને કયા ઉત્તમ બુદ્ધિવાળા માણસ સેવે ? ” પછી પ્રેમથી વિહ્વલ એવા માતા પિતા કહેવા લાગ્યા. “ હે પુત્ર ! ત્હારા પીતામાદ પુરૂષાએ સુવર્ણ રત્નાદિ દ્રવ્ય ઉપાર્જન કરેલું છે, તે સાત પેઢી પર્યંત દાન આપી શકાય અને ભાગવી શકાય તેટલુ છે, માટે તે દ્રવ્યને ભાગવી પછી તું મહાવ્રત ચણુ કર. સુબાહુએ કહ્યુ. “ તે દ્રવ્ય મેં આગલા ભવમાં બહુ ભેગુ કર્યું હતું, તેમાંથી ઘેાડુ પણ મ્હારી સાથે આવ્યું નહિ. તેને ભાગવતાં ઉત્પન્ન થએલું પાપ મ્હારી સાથે આવ્યું, જેથી મેં નરકનાં બહુ દુઃખ ભોગવ્યાં. ધિક્કાર છે મને. કયા ઉત્તમ બુદ્ધિવાળા માણસ આ લાકમાં જ રહેલા, અશાશ્વત અને સર્વ પ્રકારના કલેશના મૂલરૂપ દ્રવ્ય ઉપર માહ કરે ?” ભાગ સુખથી વિમુખ થએલા પુત્રને જાણતાં છતાં માતા પિતાએ સ્નેહથી ફરી વ્રતને વિન્ન કરનારા વચનવડે કહ્યું. “ હે વત્સ ! શ્રી આરિહ ંતે કહેલું ચારિત્ર માણસાને ભુક્તિ તથા મુક્તિ આપનારૂં છે ખરૂં, પણ તે રાંક માણુસાને બહુ દુષ્કર છે. સાંભળ. હે પુત્ર! જેમ આ લેાઢાના ચણા દાંતથી ચાવવા કઠીણુ છે; અને અતિ તીક્ષ ખધારા ઉપર ચાલવું અતિ દુષ્કર છે. તેમ પોતાના વશમાંજ ધ્વજ સમાન ત્હારા સરખા કામલ દેહવાળાને ચેાવનાવસ્થામાં ચારિત્ર પાળવું દુષ્કર છે. સાધુઓને ખત્રીશ દોષવાળું અશનાદિ કલ્પતું નથી. વળી નિશ્ચે ખાવીશ પરીષહેા સહન કરવા તે બહુજ કઠીણુ છે. ઉપસર્ગાથી ભય ન પામવા જોઇએ. કેશલેાચ બહુ દુ:સહુ છે. ઈત્યાદિ અનેક કારણેાથી હમણાં ચારિત્ર લેવું ખહુ દુષ્કર છે. ” સુબાહુકુમારે કહ્યું “ તમે વ્રત પાળવું દુષ્કર કહ્યું, પણ તે તે નપુંસક અને ખીકણુને જાણવું. ધીર અને સત્ત્વધારીને વ્રત પાળવું જરાપણુ દુષ્કર નથી. માટે હે માતા પિતા ! મને ચારિત્ર લેવાની ઝટ રજા આપો.” જ્યારે માતાપિતા કોઇ પણ રીતે પુત્રને ચારિત્ર લેવાનું અંધ કરાવવા સમર્થ થયા નહીં, ત્યારે તેઓએ પુત્રને ચારિત્ર લેવાની હા કહી. તેા પણુ તેઓ “ હે પુત્ર! તું આ મ્હાટુ રાજ્ય એક દિવસ ભાગવ.” એમ કહેવા લાગ્યા. આ વખતે પુત્ર માન રહ્યો એટલે સામત તથા મંત્રી સહિત રાજાએ તે પુત્રને
,,