SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકમપુત્ર તથા શ્રીચંડરૂદ્ર સૂરીશ્વરજીના શિષ્યરત્નની કથા. (૧૭) કુર્મા પુત્રે તેમને કહ્યું કે “હે ભદ્રો ! શ્રી તીર્થકર પ્રભુએ તમને મહાશુક્ર દેવલોકમાં રહેલા દેવમંદિરની વાત ન કહી? કુર્મપુત્રનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને શુભ મનવાલા તે ચારણ મુનિએ ક્ષપકશ્રેણિના આશ્રચથી કેવલજ્ઞાન પામ્યા. પછી તે ચારણમુનિ જિનેશ્વરને નમસ્કાર કરી કેવલિની પષદામાં ગયા. આ વખતે ઇંદ્ર પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! ચારણ મુનિઓએ બીજા સાધુઓને વંદના કેમ ન કરી?” પ્રભુએ કહ્યું. તેઓને કુર્માપુત્રથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.” ઇંદ્દે ફરી પૂછયું. “હે નાથ ! કુમપુત્ર દીક્ષા કયારે લેશે?” પ્રભુએ કહ્યું “આજથી સાતમા દિવસના ત્રીજે પ્રહરે કુમપુત્ર કેવલી મુનિવેષ સ્વીકારશે.” - હવે અહીં કુર્માપુત્ર અનુક્રમે પિતાના માતા પિતાને પ્રતિબોધ પમાડી દીક્ષાદાનથી અતિ ઉત્તમ ગતિ પ્રત્યે પહોંચાડ્યા. પિતે કેવલી કુર્માપુત્ર પણ પિતાની વાણીના વિલાસથી અનેક ભવ્ય જનોને પ્રતિબોધ પમાડી તથા પિતાના બાકી રહેલા બહુ કને શૈલેશિકરણથી ઝટ ક્ષય કરી ચિદાત્મા રૂપ પોતે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજને! તમે આ પવિત્ર એવા કુપુત્રચરિત્રને સાંભલી નિરંતર મેક્ષ સુખ આપનારા ધર્મને વિષે ચિત્ત રાખે. 'श्रीकुर्मापुत्र' नामना महर्षिनी कथा संपूर्ण. जो सासय सुहहेऊ, जाओ गुरुणोवि उवसमसहावो ॥ तं चंडरुहसीसं, वंदे सेहपि वरनाणि ॥ १२६॥ ઉપશમ સ્વભાવવાલા જે મુનિ ગુરૂને પણ મેક્ષ સુખના કારણે થયા, તે એક દિવસના વ્રતધારી અને ઉપશમથી તુરત ઉત્પન્ન થએલા કેવલ જ્ઞાનવાલા ચંડરૂદ્રસૂરિના શિષ્યને હું વંદના કરું છું. મેં ૧૨૬ છે 'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा * વિશાલ અને સંપત્તિથી સુશોભિત એવી વિશાલા નગરીમાં સ્વભાવથી અતિ ફોધી એવા ચંડરૂદ્ર નામે આચાર્ય રહેતા હતા. “મને હારા સાધુસમૂહથી ક્રોધ ન થાઓ.” એમ ધારી તે આચાર્ય, સાધુઓના સમૂહથી જુદા રહેતા હતા. - હવે એમ બન્યું કે કોઈ ન પરણેલે શ્રેષ્ઠીપુત્ર, પોતાના મિત્રો સહિત સાધુને વંદના કરવા આવ્યા. તે વંદના કરતો હતે એવામાં તેના મિત્રોએ પરસ્પર હાસ્ય કરતા છતા સાધુઓને કહ્યું કે “હે ભદંતો ! તમે આને દીક્ષા આપે ! ”સાધુઓએ પણ “આ શઠ છોકરાઓ છે” એમ ધારી કહ્યું કે “હે ભદ્રકે ! અમે કોઈને દીક્ષા આપતા નથી. પણ જો તમે આ તમારા મિત્રને દીક્ષા અપાવવાની ઈચ્છા રાખતા હે તે આ પાસેના ઉપવનમાં અમારા ઉત્તમ બુદ્ધિવાલા ગુરૂ રહે છે તેમની
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy