________________
(૧૯૪)
શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. પણ તેને પિતાના વનમાં લઈ ગઈ. ત્યાંથી તે બહુ વિશાળ વડ વૃક્ષના નીચેના માર્ગે થઈ પાતાળમાં વિવિધ પ્રકારના સુવર્ણ અને મણિમય ઘર પ્રત્યે તેડી ગઈ. તે મણિમય ઘર જઈ વિસ્મય પામેલે રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે આહા! મને અહિં કોણે ઝટ પહોંચાડે. પછી ભદ્રમુખી ચક્ષણએ તે વિસ્મય પામેલા રાજપુત્રને પિતાના પલંગ ઉપર બેસારી સેવા કરી અને પછી કહ્યું. “હે સ્વામિન પૂર્વ ભવના પુણ્યગથી મેં આજે તમને દીઠા છે. કુમાર દુર્લભ પણ ચક્ષણને જોઈ પિતાના મનમાં મેં આને ક્યારેક દીઠી છે” એમ વિચાર કરતા ક્ષણ માત્રમાં પૂર્વજન્મનું જાતિમરણ જ્ઞાન પામ્યા. પછી કુમાર, પૂર્વ ભવની સ્ત્રીને વિષે બહુ અનુરાગ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે પૂર્વને સ્નેહ ત્યજ સહેલું નથી. પછી યક્ષણી, કુમારના શરીરમાંથી અશુભ પુદગલે કાઢી નાખી તથા બીજા સારા પુગલ ઉમેરી તેની સાથે ભેગ ભેગવવા લાગી. - હવે અહીં શેકથી વ્યાપ્ત થએલા દ્રોણ ભૂપતિએ પુત્રની સર્વ સ્થાનકે શોધ કરાવી. પરંતુ કયાંથી તે મળી શકે નહીં. કહ્યું છે કે દેવતાએ આકર્ષણ કરેલી વસ્તુ કયાંથી મલી શકે ? રાજા અને રાણીએ પુત્રવિયેગથી આહાર પણ ત્યજી દીધો
એટલે તેને પિતાના પરિવારે કહ્યું કે આ વાત કઈ કેવલીને પૂછો.” પછી અત્યંત વિયેગથી પીડા પામેલે ભૂપતિ, કેવલી પાસે જઈ વંદના કરવા પૂર્વક એગ્ય સ્થાનકે બેસી પૂછવા લાગ્યા.
હે ભગવન્ ! વંશના આભૂષણ રૂપ મહારા પુત્રને કેણે હરણ કર્યો છે? તે અમારા ઉપર કૃપા કરીને નિવેદન કરે.” જ્ઞાનીએ કહ્યું. હમણું તમારા પુત્રને યક્ષણએ હરણ કર્યો છે. ” ફરી રાજા અને રાણી એ બન્નેએ પિતાના પુત્રની સર્વ વાત પૂછી તે સર્વ મુનિરાજે કહી, વલી “એ પુત્ર અમને કયારે મળશે? એમ તેઓના પૂછવા ઉપરથી મુનિરાજે કહ્યું કે “અમે જ્યારે ફરીથી અહિં આવીશું ત્યારે તે પુત્ર તમને મળશે.” મુનિરાજનાં આવાં વચન સાંભલી વૈરાગ્યવાસિત થએલા રાજા અને રાણુએ દુર્લભના ન્હાના ભાઈ (પિતાના ન્હાના પુત્ર)ને રાજ્યસને બેસારી પિતે તેજ મુનિરાજ પાસે ચારિત્ર લીધું. પછી પરીષહને સહન કરતા, તપ કરતા અને અભ્યાસ કરતા તે બન્ને જણા કેવલજ્ઞાની મુનિરાજની સાથે દેશ દેશ પ્રત્યે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પૃથ્વી ઉપર વિહાર કરતા તે સુચન કેવળી રાજા રાણુ સહિત ફરી તેજ દુર્ગમ નગરના દુર્ગિદ્યાનમાં આવ્યા.
- હવે અહિં ચક્ષણ, અવધિજ્ઞાનથી દુર્લભને અલ્પ આયુષ્યવાળે જાણે તુરત કેવળી પાસે આવીને પૂછવા લાગી. “હે વિશે ! થોડું પણ આયુષ્ય વધારી શકાય ખરું?” કેવળીએ કહ્યું “અરિહંત પ્રભુ પણ થોડું આયુષ્ય વધારવાને શક્તિવંત નથી.” કેવળીનાં આવાં વચનથી જાણે પિતાનું સર્વ નાશ પામી ગયું હોયની ? એમ નિરૂત્સાહ મનવાળી યક્ષશું ઘરે આવી. પછી કુમારે તેણીને “તું બેદયુક્ત કેમ