________________
શ્રી અનાથી નામના નિશ્ચય મુનિવરની કથા. (૧૨) જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જેને ઈર્યાદિ પાંચ સમિતિમાં ગ્યતા નથી તેમજ પરિઝાપનમાં પણ યોગ્યતા નથી તેને પણ જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જે દીર્ધ કાલને દીક્ષા ધારી છતાં સ્થિરવ્રત અને શુદ્ધ તપ વિનાને હાય તેમજ આત્માને અત્યંત બાધા પમાડતે હોય તે તેને પણ શ્રી જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યો છે. જેવી રીતે ખાલી મુડી, કપટ ખેતી અને વૈદુર્યમાં રહેલા કાચમણિ અસાર છે, તેમજ પંડિત પુરૂષના ચિત્તમાં ઉપર કહેવા પ્રમાણે ચાલનારે પુરૂષ અસાર માલમ પડે છે. જે સાધુ પિતાની આજીવિકા માટે કુશીલ અને કુલિંગ ધારણ કરે છે તે અસયમી ધર્મવજ પરલોકમાં નરકના બહુ દુઃખે પામે છે. જેવી રીતે કાલકુટ વિધ પીવું અને યુદ્ધમાં આયુધ પકડવું દુઃખદાયી છે તેવી રીતે તપસ્વીઓને વિષયયુકત ધર્મ દુર્ગતિનાં દુઃખ આપનારો છે. જે પુરૂષ ઘર ત્યજી દઈ તથા મુનિરૂપ ધારણ કરી અને પછી કોઇની હસ્તરેખા જોઈને, કેઈને નાની વાત કહીને, કેઈના જેશ જોઈને, કોઈને વિદ્યા ભણાવીને તથા બીજાં કોઈ એવાજ કુતુહલ કરીને પિતાની આ જીવિકા કરે તે પાપી પુરૂષ ખરેખર દુર્ગતિમાંજ જાય છે. જે પુરૂષ નિત્ય આગમમાં કહ્યા પ્રમાણે એષણીય આહાર ન લેતાં અગ્નિની પેઠે સર્વભક્ષી થાય છે, તે સંસારસમુદ્રમાં બહુ ભમે છે. અહો નરેંદ્ર! મહાદુષ્ટાચારની પ્રવૃત્તિવાલો મુનિ જેવું પિતાના આત્માને દુઃખ આપે છે તેવું દુઃખ શત્રુ પણ બીજા જીવને કંઠ છેદીને પણ નથી આપતે માટે તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે અને તે અંતે બહુ વિપરીત ગતિ પામે છે અરે એટલું જ નહીં પણ તે નરપતિ ! સાધુને આ ભવ તથા પરભવ પણ નાશ પામે છે. એવી રીતે પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર કુશીલરૂપ ધારી સાધુ, ધર્મવિરાધનાના ફલને જાણતો છતે શ્રી જિનેશ્વરના માર્ગને વિરાધે છે તે અતૈ બહુ પરિતાપ પામે છે. પુણ્યવંત મહાત્માઓના જ્ઞાનગુણે કરીને શેલતા એવા ઉત્તમ શિક્ષણરૂપ વચનને સારી રીતે સાંભળીને સાધુ પુરૂષે કુશીલ માને છેડી થઈ નિરંતર સારા માર્ગે ચાલે છે. ચારિત્રના ગુણે કરીને યુકત તથા આશ્રવરહિત એ સાધુ, આત્મશુદ્ધિથી ચારિત્રને પાલી, સર્વ કર્મને ખપાવી અનંત સુખવાલા નિર્વાણ પદને પામે છે.”
અનાથી મુનિનાં આવાં વચન સાંભલી અત્યંત સંતુષ્ટ થએલા શ્રેણિક રાજાએ હાથ જોડીને કહ્યું “હે મુનિ ! આપે હારી આગલ જે નાથપણું કહ્યું છે તે સત્ય છે. હે મુનિ! તમને વિશ્વમાં ઉત્તમ એવા મનુષ્યભવના લાભ સારી રીતે મિયા છે. તમે પોતાના બંધુઓ સહિત સનાથ છે, કારણકે તમે જિનરાજના માને વિષે રહ્યા છે. હે મહાત્મા! તમે અનાથના, સ્થાવરના, જંગમના અને સામાન્ય રીતે કહીએ તે સર્વ દેહધારીઓના નાથ છે. હું હારો અપરાધ ખમવાની આપની પાસે ક્ષમા માગું છું. વલી હે મહર્ષિ! મેં આપના ધ્યાનને ભંગ કર્યો તેમજ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું, તે સર્વ મહારે અપરાધ આપ ક્ષમા કરે,”,