SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શ્રી રષિમંડલવૃત્તિ-ઉત્તર, ખેવાઈ ગએલા બચ્ચાવાલી પક્ષિણી કેઈ સ્થાનકે પ્રીતિ પામતી નથી તેમ માણસ, મૃત્યુ વિગેરે ઉપદ્રવથી વ્યાત એવા આ નર ભવને વિષે પ્રીતિ પામતા નથી. માટે હું હિંસા અને અશાંતિરહિત તેમજ મૃદુતા તથા સરલતા યુક્ત થઈ વળી પરિચહના આરંભને ત્યજી દઈ ચારિત્ર અંગીકાર કરીશ. કયા અવિવેકી પ્રાણુઓ વનમાં દાવાનળથી બળતા એવા જીવેને જોઈ બહુ હર્ષ પામે ? હા હા, કામ ભેગને વિષે મૂચ્છિત થએલા મૂઢ માણસે, અવિવેકી પુરૂષોની પેઠે મૃત્યુ વિગેરે દાવાનલ અગ્નિથી તપ્ત થએલા જગતને નથી દેખતા ? પ્રિયા અને પુત્ર યુક્ત ભૃગુએ, ભેગેને ભેગવી તથા ત્યજી દઈ જેમ સંસારથી ઉગ પામી સર્વ સંગ ત્યજી દીધે, તેમ હે રાજન ! ભેગને ભેગવી રહેલા તમે શા માટે સંગને ત્યજી દેતા નથી ? શું તમને આ ભવમાં જરા મૃત્યુ વિગેરેથી પન્ન થએલું દુઃખ નથી થવાનું ?” રાણુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલા અને પ્રતિબોધ પામેલા ઇષકાર ભૂપતિએ સર્વ સંગ ત્યજી દીધે. પછી ઈષકાર ભૂપતિએ રાણી, પુરહિત, તેના બે પુત્ર અને સ્ત્રી સહિત ચારિત્ર લીધું. નિર્મળ મનવાળા તે છએ જણા વિશુદ્ધ ચારિત્ર પાળી દીર્ધકાળે મોક્ષ પામ્યા. “શ્રી રાશિ ભકિંગોની યા સંપૂf. –૧૭૭ – खत्तियमुणिणा कहिआई, जस्स चत्तारि समवसरणाई ॥ तह पुव्वपुरिसचरिआई, संजओ सो गओ सिद्धिं ॥१७॥ ગર્દભાલિ નામના ક્ષત્રિય મુનિએ જે સંયત મુનિના ધર્મવિચારના સ્થાન તથા તેમના પૂર્વ પુરૂષનાં ચરિત્ર કહ્યાં તે સંયત રાજર્ષિ મોક્ષ પામ્યા છે. ૧૭ છે ___ 'श्रीसंयत' नामना राजर्षिनी कथा * કપીલ્ય નગરમાં મહા તેજવંત, બલવંત અને પ્રજાનું પાલન કરવામાં તત્પર એ સંયત નામે ઉત્તમ રાજા રાજ્ય કરતા હતા. એકદા કુસંગથી પ્રેરાએલે તે ભૂપતિ અશ્વ, હસ્તિ રથ, ઉદંડ પાયદલ અને બીજી સેનાને સાથે લઈ મૃગયા રમવા ગયેા. માંસના લોભી અને અશ્વ ઉપર બેઠેલા સંયત ભૂપતિએ, કેશર નામના ઉપવનમાં બહુ મૃગોને લેભ પમાડને બહુ ખેદ યુકત થએલા તે મૃગોને મારી નાખ્યા. તે ઉપવનમાં કઈ તપસ્વી રાજર્ષિ અખોડ મંડપમાં ધર્મધ્યાન કરતા હતા. રાજાના ભયથી કેટલાક મૃગે તે રાજર્ષિની પાસે જતા રહ્યા. અશ્વ ઉપર બેઠેલ ભૂપતિ પણ તેઓને પ્રહાર કરતા કરતા ત્યાં જઈ પહોંચ્યો તો તેણે સ્વાધ્યાયના ધ્યાનમાં બેઠેલા તે મુનિને દીઠા. મુનિને જોઈ ભયભ્રાત થએલો રાજા મનમાં વિચાર કરવા લાગે કે મુનિને શરણે રહેલા ગેને મેં માર્યા છે તેથી મેં નિચ્ચે કાંઈક મુનિને પણ હણ્યા કહેવાય.”
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy