SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ આ પ્રમાણે પોતાના ગુણુરૂપ કાષ્ટને બાળી નાખનારા, શાકરૂપ અગ્નિથી બ્યાસ અને માહરૂપ અગ્નિથી જવાજશ્યમાન થતા એવા પિતાએ કહ્યું, એટલે સંસારમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા બન્ને પુત્રાએ શેાકરૂપ અગ્નિથી તપ્ત થએલા અંગવાળા, ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે મહુધા આગ્રહ કરતા અને વારંવાર દીન વચન ખેલતા એવા પિતાને આ પ્રમાણે કહ્યું. “ હું પિતા ! જીવહિંસામય વેદો ભણવાથી સુખ મળતું નથી; તેમજ અષ્રહ્મચારી એવા બ્રાહ્મણ્ણાને જમાડવાથી દુર્ગતિમાં જવું પડે છે. વળી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને પુત્રો રક્ષણ કરનારા થતા નથી. માટે હું તાત ! અમને આજ્ઞા આપે. કામા ક્ષણમાત્ર સુખ આપે છે અને ભાગ તે તેથી પણ વધારે દુઃખ કરનાર છે. અતિ કામના સુખા, તીવ્ર દુ:ખના સ્થાન અને મેાસુખના શત્રુઓ છે. દ્રવ્યને અર્થે આમ તેમ ભમતા અને અવિરતિના ઈચ્છક માણુસ, નિરંતર તપ્ત થયેા છતા રહે છે. હા, હુંમેશા સરસ આહાર અને પાનમાં આસકત એવા પુરૂષ પરવશ થઈને ક્ષણમાત્રમાં મૃત્યુ પામે છે. આ મ્હારૂં છે, આ મ્હારૂં નથી, આ કરવા ચાગ્ય છે અને આ કરવા ચેાગ્ય નથી એમ કહેતા એવા પુરૂષને મૃત્યુ, ખીજા ભવ પ્રત્યે પહેાચાડે છે. માટે અમે સર્વે સંસારના મહા ભયને ભેદી નાખનારા શ્રી અરિહંત ધર્મની સાધના કરવાને અર્થે પંચ મહાવ્રત અંગીકાર કરશું. ” ભૃગુપુરાહિતે પુત્રાને લાભ પમાડવા માટે કહ્યું. ' “ હે પુત્રા ! આપણા ઘરને વિષે અહુ દ્રવ્ય છે. કામભાગો પણ અસભ્ય છે વળી સ્વજના અનુકુળ અને ચાકરા ભિકતવત છે. જેની લેાકેા બહુ સ્પૃહા કરે છે તે આપણાં સ્વાધિનમાં છે. ” પુત્રોએ કહ્યું, “ હે પિતા ! ધર્માધિકારને વિષે સ્વજનાનું કે કામભાગનું જરા પણ પ્રયાજન નથી અમે તેા સાધુઓ થઇશું. ” પુરોહિતે ફરીથી ધર્માધાર જીવને ખ°ડન કરવા માટે કહ્યું. અગ્નિ અરણીના કાષ્ટમાં નહિ છતાં અને તેલ તલમાં નહિં છતાં જેમ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં પણ પાંચ ભૂતથી જુદો કાઇ જીવ નથી, કિન્તુ પાંચ ભૂતરૂપજ છે. એવીજ રીતે બીજી પણ અપ્રત્યક્ષ વસ્તુ સમજવી, ܕܕ પુત્રોએ કહ્યુ જીવ અમૂર્ત હેાવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી તે કત ડાહ્યા વિદ્વાન માણસા જાણી શકે છે. આકાશની પેઠે કદાચિત્ નિત્ય સ્વરૂપવાળા જીવ નિરંતર કર્મ આંધે છે. સ્વાર્થને અને ઉત્તમ એવા અરિહંત ધર્મને જાણતા એવા અમે હેવે પછી ન કરાય એવા પાપકારી કર્મીને નહિ કરીએ. અમેાઘ પડતી એવી વસ્તુવડે અત્યંત હણાએલા અને ચારે તરફથી ઘેરાયલા લેાકને વિષે અમે પ્રીતિ પામતા નથી ” પિતાએ કહ્યુ લેાક શેનાથી હણાએલા છે? અને શેનાથી ઘેરાયલા છે? તે મને કહેા. “ પુત્રોએ કહ્યું: અમેાઘ પડતી એવી રાત્રી છે. લેાક મૃત્યુથી હણાએલા અને જરાથી ઘેરાયલા છે. એમ અમે જાણ્યું છૅ. જે જે રાત્રીએ જાય તે તે પાછી આવતી નથી. માટે ધર્મ કરનાર પુરૂષનીજ સલ રાત્રીએ જાય છે. ’’
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy