SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫ર ) શ્રી નષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. दोमासकणयकजं, कोडिएवि हु न निठिअं जस्स ॥ छमासे छउमत्थो, विहरिअ जो केवली जाओ ॥ ११ ॥ જેમનું બે માસ સોનાનું કાર્ય કોડ સોનામહોરથી પણ પૂર્ણ થયું નહિં, અને જે છ માસ પર્યત છઘસ્થપણે વિહાર કરી કેવલી થયા. ૫ ૧૧ છે बलभद्दप्पमुहाणं, इक्कडदासाण पंचयसयाई ॥ जेण पडिबोहिआई, तं कविलमहारिसिं वंदे ॥ १२॥ વળી જેમણે બાલભદ્ર પ્રમુખ પાંચ ચેરેને પ્રતિબોધ પમાડયા તે કપિલ મહા મુનિને હું વંદના કરું છું. ૧૨ છે __* 'श्रीकपिल' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યાદિ સંપત્તિથી પૂર્ણ એવી કૌશાંબી નામે નગરી હતી. ત્યાં મહા વિદ્વાન કાશ્યપ નામે બ્રાહ્મણ વસતો હતો. તેને એક અભણ કપિલ નામે પુત્ર હતો. પિતા મૃત્યુ પામ્યા પછી માતાની આજ્ઞાથી તે પુત્ર શ્રાવસ્તી નગરીમાં પિતાના પિતાના મિત્ર ઇંદ્રદત્ત નામના વિપ્ર પાસે ભણવા માટે ગયો. ત્યાં તે હંમેશા ભિક્ષાવૃત્તિ કરી વિનયથી ઇંદ્રદત્તની પાસે બહુ અભ્યાસ કરવા લાગ્યો. અભ્યાસમાં ભિક્ષાવૃત્તિ બહુ વિઘકારી થવાથી ગુરૂએ કપિલને હંમેશ ભજન કરવાનું ઠરાવ શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં કર્યો. - હવે ઈદ્રદત્ત ગુરુ પાસે અભ્યાસ કરતો અને શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં ભજન કરતે એવે તે કપિલ શાલિભદ્રની દાસીને વિષે બહુ રાગવંત થયે. એક દિવસ કાંઈ મહાત્સવ આવવાથી દાસીએ કપિલને કહ્યું. “આ નગરમાં શ્રીધન નામે શ્રેષ્ઠી રહે છે તે હમેશાં પ્રભાતની વધાઈ આપનારને બે ભાષા સુવર્ણ આપે છે તે લાવી આપો.” કપિલ, ધનશ્રેષ્ઠીને ત્યાં વધાઈ આપવા જવાના ઉત્સાહથી આખી રાત ઉબે નહીં ને પાછલી રાત્રીએ હર્ષથી વધાઈ આપવા ચાલે. રસ્તે તેને નગરરક્ષક લોકોએ પક અને રાજાને સેં. - ત્યાં કપિલે પિતાની ખરી વાત પ્રગટ કરી તેથી પ્રસન્ન થએલા ભૂપતિએ કહ્યું “હે ભદ્ર ! ત્યારે જે જોઈએ તે માગ, તું જે માગે તે હું તને આપીશ.” રાજાના આવાં વચન સાંભળી સંતુષ્ટ થએલે કપિલ, “ હું વિચારીને માગીશ” એમ કહી પાસેના અશક વનમાં ગયે. ત્યાં તેને તેજ વખતે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પ્રતિબોધ પામ્યો. પછી તે કપિલ, લોચ કરી, શાસનદેવીએ આપેલા યતિષને અંગીકાર કરી અને ભૂપતિ પાસે આવ્યો. ભૂપતિએ તેને એમ કરવાનું કારણ પૂછયું એટલે તે કપિલે નીચેની ગાથા કહી:
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy