________________
(૧૩૨)
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ઈચ્છતી નથી. માટે તે ઉત્તમ પુરૂષ! કૃપા કરી તેનું પાણી ગ્રહણ કરે, કે જેથી તમને ઘેર એવું સ્ત્રીહત્યાનું પાપ ન લાગે ” ભૂપતિએ પણ તેમજ કહ્યું, તેથી આ કુમાર મુનિએ પોતાના ભગાવલી કર્મને ઉદય જાણું તથા દેવતાના વચનનું સ્મરણ કરી તે જ વખતે ધનશ્રીને પાણી ગ્રહણ કર્યો પછી દેવતાએ પૂણે આપેલી સંપત્તિવાલા આદ્રકુમારે તે ધનશ્રીની સાથે બહુ ભેગો ભગવ્યા. કેટલાક કાલે તેઓને ઉત્તમ લક્ષણવાલે પુત્ર થયો. અનુક્રમે વૃદ્ધિ પામતે તે પુત્ર જયારે પાંચ વર્ષને થયે ત્યારે આદ્રકુમારે પોતાની પ્રિયા ધનશ્રીને કહ્યું કે “હે પ્રિયે ! હવે તને નિરંતર આધારરૂપ આ પુત્ર થયે છે, માટે મને ફરી દીક્ષાને માટે આજ્ઞા આપ, કારણ મેં વ્રતને માટેજ પ્રથમ હારૂં મહેતું રાજ્ય ત્યજી દીધું છે.” તપાવેલા કથીર સરખા પતિના વચનને નહિ સહતી ધનશ્રી વિચારવા લાગી. “ધિક્કાર છે મને જે હારા કુકર્મને ઉદય થયો. હમણું પતિ વ્રત લેવા તૈયાર થયા, પુત્ર બાલ છે અને હું નવયૌવના છું તેથી હું નથી જાણતી કે શું થશે.” પછી તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાળી ધનશ્રી પુત્રને કાંઈ શીખવાડી પતિ સુઈ ગયે છતે પિતે કાંતવા લાગી. આ વખતે પુત્ર નિશાળેથી આવ્યું અને માતાને કાંતતી જોઈ ગાઢ સ્વરથી કહેવા લાગ્યું. “અરે માતા ! ગરીબ માણસને એગ્ય એવું આપણા ઘરને વિષે આ કાંતવું શું ? માતાએ કહ્યું “હે વત્સ હારા પિતા હમણાં દીક્ષા લેવાના છે અને તે બાળ હોવાથી દ્રવ્ય કમાવા શિખે નથી માટે નિક્ષે કાંતવાથી હાર નિર્વાહ થશે.” પુત્રે કહ્યું “હે માત! ત્યારે આવું અમંગલિક ન બોલવું. હું બંધનથી બાંધીને હારા પિતાને ઘેર રાખીશ. હે માત ! તું હમણાં મને ઝટ સૂતરની દડી આપ કે જે સૂતરથી હું મારા પિતાને હમણાં જ બાંધી લઉ” પછી માતાએ પુત્રને સુતરની દડી આપી. પુત્ર સૂતરના ત્રાગથી જેટલામાં પોતાના પિતાને બાંધે છે તેટલામાં કપટનિદ્રાથી સૂતેલા આદ્રકુમાર આ સર્વ વાત સાંભળી મેહથી પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “હમણાં પુત્ર મને જેટલા ત્રાગથી વિટશે તેટલા વર્ષ સુધી
હારે નિચે ગૃહવાસમાં રહેવું.” આ વખતે પુત્રે તેમને સૂતરના ત્રાગથી તુરત બાર વાર વીંટી લીધાં. પછી તુરત આદ્રકુમારે ઉઠીને તથા સૂતરના ત્રાગ ગણુને તે પિતાની પ્રિયાને કહ્યું “હે ભદ્ર! પુત્રે મને સૂતરના બાર ત્રાગવડે વિંટયો છે. માટે હું બાર વર્ષ સુધી ગ્રહવાસમાં રહીશ. જેથી તે ચિત્તમાં ખેદ ન કરતાં હર્ષ પામ.” પછી સંતુષ્ટ થએલી ધનશ્રીએ પુત્રને આલિંગન કરીને કહ્યું. “હે વત્સ ! હારા સમાન બીજો કયે પુત્ર હોય કે જેણે માતાની આશા પણ પૂર્ણ કરી.” પછી ધનશ્રીની સાથે મરજી પ્રમાણે ભેગ ભેગવતા આદ્ર કુમારને સુખમાં એક વર્ષની પેઠે બાર વર્ષ નીકળી ગયાં.
પછી બાર વર્ષને અંતે એક દિવસ રાત્રીના પાછલા પહોરે નિદ્રામાંથી જાગૃત થએલા આદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા, “હા હા ! મેં નિચે પૂર્વભવને