________________
( ૯ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
આ
જયવતા વર્તા. ત્રણ જગમાં તમારૂં અભિમાન સત્ય ઠર્યું છે કે જેને માટે તમે પેાતાનું વિસ્તારવાનું રાજ્ય પશુ શીઘ્ર ત્યજી દીધું, તમે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી મને પણ જીત્યા તેા પછી બીજો સ’સારી જીવ તમને જીતવા કેમ સમર્થ થાય ? હું સાધુ ! સંસારને હરણ કરતા એવા તમાએ જેવી રીતે મને જીત્યા છે તેવીજ રીતે થાડા કાલમાં કર્મરૂપ શત્રુઓને જીતી તમે કેવલી થાઓ. પ્રકારે દાણભદ્ર રાજાને સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરી તેમજ અરિહુંત પ્રભુની ધર્મ દેશના સાંભલી ગુણવંત એવા ઈંદ્ર, સ્વર્ગ પ્રત્યે ગયા. દશાણું ભદ્ર રાજર્ષિ પણ ધાર તપ કરી કર્મરૂપ શત્રુને નાશ કરવાથી કેવલજ્ઞાન પામ્યા. ત્રણ લેકમાં દશાણુ ભદ્ર ભૂપતિ સમાન બીજો કા અભિમાની પુરૂષ થયા છે અથવા થવાના છે ? કે જે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે સર્વ પૃથ્વીના સામ્રાજ્યપદને ત્યજી દઇ, શ્રીજિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લઇ, ઇંદ્રની પ્રશંસા પામી મેાક્ષ લક્ષ્મીને પામ્યા. श्री दशार्णभद्र' नामना राजर्षिनी कथा संपूर्ण.
रायगिमि पुरवरे, समुआणा कयाई हिंडतो ॥ पत्तो अ तस्स भवणं, सुवन्नगारस्स पावस्स ॥ ८५ ॥ निफेडिआणि दुन्निवि, सिसावेढेण जस्स अच्छीणि || નય સંગમાગો જિગો, મેગનો મંત્રનિરન્ત્ર ॥ ૮૬ ॥ नवपुव्वी जो कुंचग-मवराहिणमवि दाइ नाइके || तं निअजिअनिरविरकं, नमामि मेअअमंतगडं ॥ ८७ ॥
સર્વ પુરમાં શ્રેષ્ઠ એવા રાજગૃહ નગરને વિષે કયારેક ગોચરી માટે ભમતા એવા જે મેતાય મુનિ, ઋષિઘાત કરવાથી પ્રસિદ્ધ થએલા સુવર્ણકારના ઘરને વિષે પ્રાપ્ત થયા. તેમજ તે સુવર્ણકારે લીલી વાધરવડે મસ્તક આંધવાથી જેનાં નેત્રા પૃથ્વી ઉપર નીકલી પડયાં. આવી રીતે પીડા કરી તેા પણ દયાને લીધે જેનું મન સયમથી મેરૂ પર્વતની પેઠે જરાપણ ચલાયમાન થયુ નહી. એટલુંજ નહીં પણ જેમણે જવ ચરી જતા એવા ક્રાંચ પક્ષીને દીઠા છતાં પણ દયાથી તે વાત કહી નહીં અને જેમણે નવ પૂર્વના અભ્યાસ કર્યાં હતા એવા તે પોતાના જીવિતને વિષે પણ નિરપેક્ષ એવા મેતા મુનિને હું નમસ્કાર કરૂં છું. ॥ ૮૫–૮૬-૮૭ ૫
• શ્રીમેતાય ” નામના મુનિવરની ચા.
→ ><
આ જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નગરને વિષે ચંદ્રાવત ́સ નામે રાજા શજ્ય કરતા હતા તે રાજાને સુદના અને પ્રિયદર્શન નામની બે સ્ત્રી હતી. તેમાં સુદર્શનાને ઉત્તમ ગુણવંત એવા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્ર