________________
શ્રી ક્રેડિટન્ન, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા ( ૨૯) પોતાના પુત્રને રાજ્ય સોંપી માતાપિતાસહિત શ્રી ગૈાતમ પાસે દીક્ષા લીધી. પછી શ્રી વીરપ્રભુને વંદન કરવા માટે તેઓ જવા લાગ્યા એવામાં રસ્તે સાલ અને મહા સાલ અને મુનિએ પેાતાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “ આ ત્રણે જણાને ( મ્હેન નેવી અને ભાણેજને) આપણે રાજ્યપદ આપ્યું હતું અને હમણાં તેઓને સ'સારથી ઉતારી મૂકયા છે. ” આ પ્રમાણે હર્ષના ઉત્કર્ષ થી વિચાર કરતા એવા તે મહાત્મારૂપ બન્ને જણાને ઉજવલ એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે પેલા ગાગલિ વિગેરે ત્રણ જણા પણ પોતપોતાના ચિત્તમાં વિચાર કરતા હતા કે, આ ને ભાઇઓએ પ્રથમ અમને રાજયાસને સ્થાપન કર્યા હતા અને હમણાં તેઓએજ અમારા સંસારરૂપ કૂવાથી ઉદ્ધાર કર્યો છે, ” આવી રીતે નિલ અધ્યવસાયથી વિચાર કરતા એવા તે ત્રણ મહાત્માઓને પણ વિશ્વને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેએ સર્વે સમવસરણમાં જઇ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના નહિ કરતા છતા તુરત કેવલજ્ઞાનીની પદામાં ગયા, આવી રીતે પ્રભુને વંદન કર્યા વિના જતા એવા તેને જોઈ ગાતમ ગણધરે કહ્યું. “હું વિનિત વત્સ ! તમે પ્રથમ શ્રી જિનેશ્વર પ્રભુને કેમ વના કરતા નથી ? ” આ અવસરે તીનાથ એવા શ્રી વીરપ્રભુએ ગીતમને કહ્યુ કે “ હું ગાતમ ! તમે એ જ્ઞાનીઓની અશુભ એવી આશાતના કરશે નહીં. ” ગાતમે પૂછ્યું. “ હું તીથેશ્વર ? એમને કેવલજ્ઞાન શાથી ઉત્પન્ન થયું ? ” પ્રભુએ કહ્યું. શુભ ધ્યાનના ચેાગથી “ તીર્થનાથનાં આવાં વચન સાંભઠ્ઠી ગાતમ વિચાર કરવા લાગ્યા કે “ હા હા ! મ્હારા પછીના સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મને નહીં. ” આવી રીતે વિચાર કરતા જેટલામાં તેમના મનને વિષે મા ખેદ ઉત્પન્ન થયા તેટલામાં તે પદાને વિષે દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે “ આજે દેશના આપતા એવા શ્રી અરિહંત પ્રભુએ એમ કહ્યુ કે જે પુરૂષ, અષ્ટપદ્ય પર્વતને વિષે દેવાને નમસ્કાર કરશે તે પુરૂષ તેજ ભવમાં કેવલજ્ઞાન પામી અક્ષય એવા મેાક્ષ સુખને પામશે. નિચે એજ ઉત્તમ તત્ત્વાર્થં છે. ” પછી ગાતમગુરૂ દેવતાનાં આવાં વચન સાંભળી શ્રી જિનેશ્વરની આજ્ઞા લઇ અષ્ટપદ તીર્થ પ્રત્યે ગયા.
te
,,
હવે એમ બન્યું કે પાંચસે પાંચસે શિષ્યના પરિવારવાળા દિન્ન, કેડિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે સચિત્ત એવા કદ અને સેવાળ વગેરેનું ભક્ષણ કરતા છતા એક, બે અને ત્રણ એવા અનુક્રમે ઉપવાસના પારણે અષ્ટાપદ પ્રત્યે જવા માટે તૈયાર થયા હતા. તેમાં દિન્ન ચેાથભક્ત તપથી પહેલી મેખલા પ્રત્યે ગયા. કેાડિન્ન છઠ્ઠના તપથી ખીજી મેખળા પ્રત્યે ગયા અને ત્રીજા સેવાલ અઠ્ઠમના તપથી ત્રીજી મેખલા પ્રત્યે ગયા પછી તેઓ ગાતમ ગણધરને આવતા જોઇ વિસ્મય પામતા છતા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે:
“ અહેા ! તપથી દુબળ અગવાળા અમે તા આ અષ્ટાપદ્મ પર્વત ઉપર ચઢીં શકતા નથી તેા ગજરાજ સરખા ૌઢ દેહવાળા આ મુનિ શી રીતે ચઢી શકશે ?”
૧૨