SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ છોળો Chudo Sortoisolutions to do so so Do A B MA ©©UિBofoboscoisonsolido do so as to 5 to 500, 0u મેઘકુમાર - હાથીના ભાવમાં રાજગૃહી નગરીના રાજા શ્રેણિક હતા. ધારિણી નામે રાણી હતી. તેને એકનો એક પુત્ર મેઘકુમાર હતો. સ્વભાવે શાંત સુશીલ હતો. માતાને વ્હાલો પ્યારો હતો. આઠ પત્નીઓ સાથે તેનાં લગ્ન થયેલાં. જીવનમાં તેણે સુખ, રાજવૈભવ અને સ્નેહ સિવાય બીજું કાંઈ જોયું ન હતું. એકવાર પ્રભુની વાણી સાંભળી અંતરમાં વૈરાગ્ય ભાવ પેદા થયો, સત્તા, સમૃદ્ધિ, વૈભવ કાંઈ ઉપયોગી ન લાગ્યું. જે ભૌતિક સુખો મેળવવા આખી દુનિયા મહેનત કરે છે તે સુખો છોડવા સજ્જ બન્યા છે. વૈરાગ્યનો આ જાદુ છે. કે દુનિયાને જે ગમે છે તે વૈરાગીને અણગમતું બને છે. | મેઘકુમારનો વૈરાગ્ય જોઈ શ્રેણિક રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા અપાવી. મેઘકુમાર હવે મેઘમુનિ બન્યા. રાત્રી પડી રાત્રે તો સાધુઓના સંથારા પથરાયા દીક્ષાપર્યાયમાં સૌથી નાના મેઘમુનિ છે. તે નૂતન મુનિનો સંથારો છેલ્લો અને તે પણ બારણા પાસે આવ્યો. રાત્રે માત્ર માટે બહાર જતા સાધુઓના પગ - jડાસણ લાગ્યા. સંથારો રેતીથી મેઘમુનિને ઊંઘ ન આવી. મન ચગડોળે ચઢ્યું. અવળા વિચારો ચાલ્યા. | ‘રાજપુત્ર હતો. મને જે મુનિઓ પણ આદરથી બોલાવતા હતા તે મુનિઓ ઠેલા મારે છે. મને શાંતિથી ઊંધવા પણ નથી દેતા. ક્યાં ગુલાબની શૈયા અને ક્યાં આ રેત ભરેલો સંથારો? મારાથી તો આ સહન ન થાય, કાલે ભગવાન પાસે જાઉં અને ઓઘો પાછો આપી ઘરે જાઉં ?' સવાર પડી? મેઘકુમારે ભગવાન પાસે જઈ વંદન કર્યું અને કાંઈ બોલે તે પહેલાં જ પ્રભુ મહાવીરે કહ્યું, મેઘ ! તને રાત્રે ઊંઘ ન આવી અને તે ઘરે જવાનો સંકલ્પ કર્યો. પણ રાત્રે તે જે સહન કર્યું તેનાથી આકરા પરિષહ પૂર્વભવમાં તે સહન કર્યા છે. તેના પ્રભાવે તને મનુષ્ય જન્મ અને ચારિત્ર મળ્યું છે. પ્રભુ મહાવીરે તેને પૂર્વભવ કહ્યા. ‘તું ત્રીજા ભવે મેરૂપ્રભ નામનો હાથી હતો. જંગલમાં આગ લાગી તેથી તું નાઠો. પણ અચાનક નદીના કીચડમાં ફસાયો અને મૃત્યુ પામ્યો. ફરીથી તું હાથી રૂપે જ જન્મ્યો. જંગલમાં ફરતાં તને જાતિસ્મરણ જ્ઞાન થયું. દાવાનલ અને પશુપંખીના નાશનો તને પૂર્વભવનો અનુભવ છે. તેનાથી બચવા તે એક યોજન પ્રમાણ વૃક્ષ વિનાનું માંડલું બનાવ્યું. એકવાર અચાનક દાવાનલ પ્રગટ્યો. જંગલમાંથી તું અને નાનાં મોટાં સૌ પશુઓ વેરવિરોધ ભૂલીને માંડલામાં આવી ગયા. ચારે બાજુ અગ્નિ ભભૂક્યો પણ તે અગ્નિ તારા માંડલામાં ન આવ્યો. અચાનક તને પગે ખણ આવી તેથી ખંજવાળવા માટે તે પગ ઊંચો કર્યો. જગ્યાની સંકડાશના કારણે ખાલી પડેલી પગની જગ્યામાં એક સસલું આવી ગયું. પગ નીચે મૂકવા જતાં તેં સસલાને જોયો અને તિર્યંચના ભવમાં પણ તને દયા આવી હતી તેથી તે તારો પગ અધ્ધર જ રાખ્યો. આગ અઢી દિવસ ચાલી. પશુઓ ભૂખ્યા તરસ્યાં પ્રાણ બચાવવા ત્યાં જ રહ્યાં આગ શાંત થઈ એટલે પશુઓ ચાલ્યાં ગયાં. સસલું પણ જતું રહ્યું. પછી પગ નીચે મૂકવા તેં પ્રયત્ન કર્યો. પણ અઢી દિવસથી અધ્ધર રહેલો પગ બંધાઈ ગયો, જમીન ઉપર નીચે ન મૂકી શકાયો. કોશિશ કરતાં તું જ જમીન ઉપર ઢળી પડ્યો. હે મેઘમુનિ ! ભૂખ્યો ને તરસ્યો છતાં દયાના પુણ્યથી તું રાજા શ્રેણિકને ત્યાં જન્મ્યો. તે વખતે તું પશુ હતો, આજે તું માનવ છે. તારો પુરુષાર્થ, તારું પરાક્રમ અને તારી સમજણ વધારે છે. હાથીના ભવમાં આટલું બધું સહન કરનાર પવિત્ર મુનિઓની ચરણ રજથી તું ચલિત થાય તે યોગ્ય છે? પ્રભુની વાણી સાંભળી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંયમમાં અતિદઢ બન્યા અને આંખ સિવાય શરીરના કોઈપણ અંગની માવજત નહીં કરવાનો નિયમ લીધો. શુદ્ધ સંયમ પાળી દેવલોકમાં ગયા. બાળકો : ૧. ભૌતિક સુખો જીવતાં જીવતાં ન છોડો તો. છેવટે મરતાં છોડવા પડશે. ૨. ધર્મ કરતાં મન ઠેકાણે ન રહે તો. વડીલ ગુરુ મહારાજને જાણ કરવી જ. ૩. મેઘકુમારે હાથીના ભવમાં જીવદયા પાળી તેથી રાજકુમાર થયા તમે જીવદાય પાળશો ને? დიდთოვდა და დათვთ“თეთრთოთხთითით გადადეთოდთდეალხთდეთოთდით დოკუროდუქციუდგეთ
SR No.032092
Book TitleTu Rangai Jane Rangma 03
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy