SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) A lesley-b lesley-b lesley-lesley-IN- Nele=clesley-blace G5 Gas Gabon Gas ( Oist os (ISSN 1 to 5 to 6 MARGaછ ળ w tળs Mas Motist Ai, sb NA NUj5jSi[B SUB MAY ( UtUs અભિમાન ત્યાગ - બાહુબલી ભરત અને બાહુબલી આદિનાથ પ્રભુના પુત્રો હતા. ભરતને ચક્રરત્ન ઉત્પન્ન થયું. બધા દેશ જીતી લીધાં હવે માત્ર ૯૯ ભાઈઓને પોતાના શરણે લે તો જ ચક્રવર્તી બની શકાય. તેથી ભરત ભાઈઓને શરણે આવવા સંદેશો મોકલાવે છે. ૯૮ ભાઈઓ એ આદિનાથ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. એક બાહુબલી વડીલ બંધુ તરીકે સેવા કરવા તૈયાર છે પણ રાજા તરીકે આજ્ઞા માનવા તૈયાર નથી. ભરત બાહુબલી વચ્ચે યુદ્ધની તૈયારી થાય છે. ત્યારે ઈન્દ્ર મહારાજાએ આવી બંને ભાઈઓને સમજાવ્યા. “પ્રભુના પુત્રો એ જનસંહાર કે યુદ્ધ ના શોભે તમારે યુદ્ધ કરવું હોય તો તમે બે જણ દષ્ટિયુદ્ધ, વાકયુદ્ધ, બાહુયુદ્ધ, મુઠિયુદ્ધ અને દંડયુદ્ધ કરો પણ માનવ સંહાર ન કરો.' બંને ભાઈઓએ ઇન્દ્રની વાત કબૂલ કરી. યુદ્ધ વિરામ થયું. ભાઈઓનું શક્તિ યુદ્ધ શરૂ થયું. પાંચે યુદ્ધમાં બાહુબલી જીત્યા આથી ભરત મૂંઝાયો અને નિયમની મર્યાદા તોડી. ભરતે હજાર આરાવાળું ચક્રરત્ન બાહુબલી ઉપર છોડ્યું. પરંતુ આશ્ચર્ય, ચક્ર બાહુબલીને પ્રદક્ષિણા દઈ પાછું ભરત પાસે આવ્યું. એક ગોત્રીયને ચક હણે નહીં. ભરતે નીતિમાર્ગ ઉલ્લંધ્યો તેથી બાહુબલીના ક્રોધે મર્યાદા તોડી અને મુઠ્ઠી ઉગામી, “હે ભરત ! તને અને તારા ચક્રને એક મુઠ્ઠીથી હું ચુરીનાખું” એમ બોલતાં બોલતાં ભરતને મારવા દોડ્યા. પણ તુરત વિચારધારાએ પલટો લીધો. “મારા અને ભરતમાં શો ફેર ? પિતા તુલ્ય વડીલને કેમ મરાય? રાજય અને રિદ્ધિ કાનાં ટક્યાં છે? ભાઈઓમાં વિરોધ જગાડનાર આ રાજય મારે ન જોઈએ' ઉગામેલો હાથ શૂરવીર ક્યારેય પાછો ન વાળે એમ વિચારી તે ઉગામેલા હાથ વડે પોતાના જ માથે લોન્ચ કર્યો. અને યુદ્ધભૂમિમાં જ દીક્ષા લીધી. બાહુબલીજી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. કેવલજ્ઞાન પામ્યા પછી ભગવાન પાસે જવાથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે એમ વિચારતા ધ્યાનમાં સ્થિર - અડગ રહ્યા. ભરત મહારાજા વિલખા પડ્યા. બાહુબલી મુનિને વંદન સ્તુતિ કરી પોતાના સ્થાને ગયા. એક ચિત્તે આત્મસ્મરણ કરતાં બાહુબલીને દિવસો ઉપર દિવસો પસાર થઈ ગયા. શિયાળો - ઉનાળો પૂરા થયા. ચાતુર્માસ પણ આવી ગયું. સ્થંભ જેવા અડગ શરીરને લતાઓ - વેલડીઓ વીંટળાઈ ગઈ. પક્ષીઓએ તેમાં માળા કર્યા છતાં બાહુબલી સ્થિર રહ્યા. ઉગ્ર તપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ કર્યા. પરંતુ “કેવલજ્ઞાન પછી હું પ્રભુ પાસે જાઉં તો મારે વંદન ન કરવું પડે ' તે માનઅભિમાન ભાવના ન ગઈ. બાહુબલીને જે માટે કેવલજ્ઞાન જોઈએ છે તે જ કારણથી કેવલજ્ઞાન થતું નથી, છેને કુદરતની ખૂબી...! ભગવાનના કહેવાથી એકવાર બ્રાહ્મી અને સુંદરી બે બહેન સાધ્વીઓ બાહુબલી પાસે આવી અને કહેવા લાગી. ‘વીરા મોરા ગજ થકી ઊતરો ગજ ચડે કેવલ ન હોય' હે બંધુ, તમે હાથી ઊપરથી નીચે ઊતરી હાથીએ ચડેલાને કેવલજ્ઞાન ન થાય. “ધન્ય તમારો તપ, ધન્ય તમારો ત્યાગ' એમ બોલતા બોલતા ચાલી ગઈ. બાહુબલી આ શબ્દો સાંભલી વિચારે ચડ્યા. “અહીં કોઈ હાથી નથી. હું આ રણમાં છું છતાં એ બહેનો આમ કેમ બોલ્યાં ? હા ભગવાનના વચનમાં ફેરફાર ન હોય' ઊંડા ઊતરતાં ક્ષણમાં રહસ્ય સમજાયું. નાનાભાઈઓને વંદન ન કરવા રૂપી અભિમાન છે. અભિમાનને હાથીની ઉપમા આપી છે. અહીં હું ભૂલ્યો. ભગવાને મને સાચી વાત સમજાવી મોટો હું નહીં. ભાઈઓ છે. તેઓએ મારી પહેલાં દીક્ષા લીધી છે. તેઓ સંયમમાં મોટા છે. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું. આમ વિચારી વંદન કરવાના ભાવથી પગ ઉપાડતાં જ બાહુબલી મુનિને કેવલજ્ઞાન પ્રગટ થયું. પ્રભુ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ કેવલી પર્ષદામાં બિરાજમાન થયા. બાળકો : ૧. જીવનમાં ક્યારેય અભિમાન ન કરતા. અભિમાન આપણો વિકાસ અને કલ્યાણ અટકાવે છે. મનમાંથી માન ન ખસે ત્યાં સુધી કલ્યાણ ન થાય. ૨. નમ્ર બનતાં - કલ્યાણ સામે આવે છે. નમ્ર બનવાથી અનેક ગુણો આવે છે. બાળકો અક્કડ ન બનતાં નમ્ર વિનયી બનશો. ૩. તુચ્છ અને નાશવંત વસ્તુઓ, માટે ક્યારેય ઝઘડો કરતા નહીં. પ્રેમભાવ તોડતા નહીં.
SR No.032092
Book TitleTu Rangai Jane Rangma 03
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy