SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 业业业业业业业专业業 పెటట్ ుడి మెము తోలు బోలు బోలు బోటు ચોર પકડાયો - અભયકુમાર મગધદેશના મહારાજા શ્રેણિક હતા. ચેલણા નામે તેમને રાણી હતી. ચેલણાને એકદંડીયા મહેલમાં રહેવાની ઇચ્છા થઈ. બુદ્ધિનિધાન અભયકુમારે દેવઅધિષ્ઠિત સુંદર એકદંડીયો મહેલ બનાવી તેની આજુબાજુ વિશાળ બગીચો બનાવ્યો. બગીચો દેવઅધિષ્ઠિત હોવાથી છએ ઋતુનાં ફુલ અને ફળ થતાં હતાં. આ જ રાજગૃહી નગરીમાં એક ચંડાલની પત્નીને કેરી ખાવાની ઇચ્છા થઈ પણ સિઝન સિવાય કેરી લાવવી ક્યાંથી ? ઈચ્છાપૂરી નહીં થવાથી પત્ની સુકાય છે. આથી ચંડાળ મૂંઝાયો. ચંડાલને ખબર પડી કે રાજાના બગીચામાં બારે મહિના કેરી થાય છે. પરંતુ ત્યાં જવું કેમ ? સૈનિકોની સખત ચોકી છે. ચંડાલ પાસે એક વિદ્યા હતી. તે બગીચાની બહાર પાછળના ભાગે ગયો ત્યાં આંબો દેખાય પણ કેરી ઊંચી હતી. ચંડાલ મનમાં મંત્ર બોલ્યો આથી ડાળી નીચે આવી, ચંડાલે કેરી લઈ લીધી એટલે ડાળી ઉપર ચાલી ગઈ. પત્નીની ઇચ્છા પૂરી થઈ. એકવાર કામ સરળ થયું. એટલે બીજીવાર, ત્રીજીવાર થાય. હવે તો કેરી ચોરવાનો નિત્યક્રમ થઈ ગયો. માળીએ રાજાને સમાચાર આપ્યા કે આંબા ઉપરની કેરી કોઈ લઈ જાય છે પણ કોણ લઈ જાય છે તે ખબર પડતી નથી. રાજાએ દરવાજે સખત ચોકીદારો મૂક્યા. પણ કોઈ ચોર પકડાતો ન હતો. છેવટે રાજાએ અભયકુમારને કામ સોંપ્યું કે ‘ચોરને પકડી લાવો.' અભયકુમાર બુદ્ધિશાળી હતો. અભયકુમારે વેશપલટો કર્યો. હલકા કામ ક૨ના૨ા લોકો જ્યાં ભેગા થતા હતા ત્યાં જઈ અભયકુમારે બધાને વાર્તાલાપ માટે ભેગા કર્યા. અલક-મલકની વાતો કરી. અભયકુમારે એક વાત શરૂ કરી. ૧૭/૧૮ વર્ષની એક રૂપવાન કન્યા ૧૬ શણગાર સજી યક્ષની પૂજા કરવા એકલી જઈ રહી હતી. યક્ષને પૂજા સામગ્રી ચઢાવી પોતાની માનેલી માનતા પૂર્ણ કરવાની હતી. રસ્તામાં કામી માણસ મળે છે. રૂપ જોઈને મોહિત થાય છે. પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે. બાળાએ કહ્યું, યક્ષની પૂજા કરવા માટે જાઉં છું. વળતાં તમે કહેશો તેમ કરીશ અત્યારે જવા દો, વચન આપી તે આગળ જાય છે. થોડે આગળ ચોરો મળ્યા. મૂલ્યવાન ઘરેણાં જોઈને લૂંટવાની વાત કરી. કન્યાએ યક્ષની પૂજા બાદ વળતાં આવવાની વાત કરી. આગળ વધી થોડે આગળ જતાં રાક્ષસ મળ્યો. રાક્ષસે કન્યાને ભક્ષણ કરવાની તૈયારી કરી. નીડર કન્યાએ ઉપર પ્રમાણે વાત કરી આગળ વધી. યક્ષના મંદિર પાસે પહોંચી ભક્તિથી પૂજાપાઠ કરી તે જ રસ્તે પાછા આવવાનું વચન આપી આગળ વધી. પોતાના ઈષ્ટસ્થાને પહોંચી યક્ષની પૂજા કરી તે જ રસ્તે પાછી ઘરે જવા માટે પ્રયાણ કર્યું. સર્વ પ્રથમ રસ્તામાં પેલો રાક્ષસ મળ્યો, પછી આગળ ચોર મળ્યા, કન્યાએ બન્ને જગ્યાએ કહ્યું યક્ષની પૂજાનું મારું કામ પતી ગયું છે. તમારે જે ક૨વું હોય તે કરો. કન્યાની નીડરતા તથા વચનબદ્ધતા જોઈ રાક્ષસે અને ચોરોએ તેને ભેટ આપી જવા દીધી. આગળ વધતાં કામી પુરુષ મળ્યો. કન્યાએ ઉપર પ્રમાણે જ જવાબ આપ્યો. કન્યાની નિર્દોષતા જોઈ કામી પુરુષ ડઘાઈ ગયો. તેણે પણ કન્યાને છોડી દીધી. કન્યા આરામથી પોતાના ઘરે પહોંચી ગઈ. અભયકુમારે આ વાત કહી સભાજનોને પૂછ્યું, ‘કામી પુરુષ’ ચોર અને રાક્ષસ ત્રણમાં મૂરખ કોણ છે ? સભામાં જે વિષયલંપટ પુરુષો હતા તેઓએ કામીપુરુષને મૂરખ કહ્યો, જે ખાવાના લાલચુ હતા તેઓએ રાક્ષસને મૂરખ કહ્યો. પેલો ચંડાલ ચોર હતો તેણે ચોરને - લૂંટારુને મૂરખ કહ્યો. હલકી કોમમાં પણ જે સજ્જન હતા તેઓએ ત્રણેને ધન્યવાદ આપ્યા. - અભયકુમારે પોતાની ઔત્પાતિકી બુદ્ધિ વડે ચોરને શોધી કાઢ્યો અને શ્રેણિક મહારાજાને સોંપ્યો. જે કામ કોઈનાથી પણ નહોતુ થતું તે કામ અભયકુમારે કર્યું. (ક્રમશઃ) ચાલુ બાળકો : ૧. ખરાબ ટેવ પડ્યા પહેલાં જ તેનાથી દૂર રહેજો, એકવાર-બેવાર ખોટી પ્રવૃત્તિ કરીતો ચોરની જેમ નિત્ય પ્રવૃત્તિ થઈ જશે. ૨. પોતાના મનમાં જે વિચારો હોય તે પ્રમાણે જ બીજા વ્યક્તિને સાચો ખોટો કહેવાઈ જાય છે. ‘વાળી ત પ્રવાશીા:' વાણી પોતાના કુળ-જાતને ખુલ્લી પાડે છે. વિચારો સારા હશે તો જ વાણી સારી બનશે. 30 Del
SR No.032092
Book TitleTu Rangai Jane Rangma 03
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy