SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ఆమడలు ఎడమ మడమలు తమతమవుతుందని ప్రజలు ఎండలు & પલૈશ્યાવૃક્ષ એક ગામમાં છ મિત્રો રહેતા હતા તેમનાં નામઃ (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કપોત, (૪) પિત, (૫) પદ્મ અને (૬) શુકલ હતાં. આ છ મિત્રો એક ગામથી બીજે ગામ જતા હતા, રસ્તામાં જાંબુનું વૃક્ષ આવ્યું. સુંદર મનોહર પાકેલા જાંબુના ઝૂમખાં જોઈ બધાને જાંબુ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તેમાં પહેલો મિત્ર કૃષ્ણ કહે છે “આપણી પાસે કુહાડી છે આખા ઝાડને કાપીને પછી શાંતિથી જાંબુ ખાઈએ.” બીજો નીલ મિત્ર કહે છે “આખું ઝાડ નહીંડાળીઓ તોડી જાંબુ મેળવીએ', ત્રીજો મિત્ર કપાત કહે છે. નાની ડાળીઓ તોડીએ, ચોથો મિત્ર પિત કહે છે. આપણે જાંબુ વાળી જ ડાળી તોડીએ, પાંચમો મિત્ર પદ્મ કહે છે : “ભાઈ ! ઝાડ ઉપરથી માત્ર જાંબુ તોડીને પેટ ભરીએ', છઠ્ઠો મિત્ર શુકલ કહે છે કે “ભાઈ ! આપણે ઝાડ નથી કાપવું, મુખ્ય ડાળી નથી કાપવી, નાની ડાળીઓ નથી કાપવી, નાની ડાળીઓ નથી તોડવી, જાંબુવાળી ડાળીઓ પણ નથી તોડવી કે જાંબુને ઝાડ પરથી નથી તોડવાં આપણે તો પેટ ભરવાનું કામ છે નીચે જ પડેલા જાંબુ વીણીને પેટ ભરી લઈએ... આ છ મિત્રોની વાત થઈ; તેમાં પહેલો મિત્ર શરીરથી મજબૂત અને છેલ્લો મિત્ર આળશું લાગશે... પણ એવું નથી છએના વિચારો તપાસો બીજાને ઓછામાં ઓછું નુકસાન કરી પોતાનું કામ કરી લેવું એવો ભાવ સમાયેલો છે. - બાળ મિત્રો ! ઉપર જે છ મિત્રોનાં નામ આપ્યાં છે તે જ નામની છ વેશ્યાઓ આપણા જૈન શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે. લેશ્યા એટલે જીવનો સ્વભાવ, મનનો પરિણામ, આપણા મનના ભાવોવિચારોને આધારે આપણી વેશ્યા જાણી શકાય..આમાં પ્રથમ ત્રણ લેશ્યા અશુભ છે. છેલ્લી ત્રણ લેશ્યા શુભ છે. દરેક જીવને આમાંથી એક વેશ્યા તો હોય જ સારા-ખરાબનિમિત્તો મળતાં વેશ્યા બદલાય છે. માટે આપણે સારા નિમિત્તામાં રહેવું, ધર્મધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૂજા, પાઠશાળા, દાન, તપસ્યા વિગેરે કરવામાં સારા વિચારો આવે છે. તેથી તે શુભ લેશ્યા છે. શુભ લેશ્યા વાળો જીવ સદ્ગતિમાં જાય, મોક્ષ મળે, મનુષ્ય - દેવ બને અને ઝગડો, મારામારી, જૂઠ, ચોરી, ટીવી-સિનેમા, વ્યસનો વિગેરેમાં અશુભ વિચારો હોય તે અશુભ લેશ્યા કહેવાય છે આ અશુભ લેશ્યાથી જીવને નરક, નિગોદમાં જવું પડે કીડી, મચ્છર જેવા જીવજંતુ બનવું પડે છે. બાળકો! જો તમે સદ્ગતિ ઈચ્છતા હોય તો... હંમેશા ધર્મધ્યાન કરો સારા વિચારો કરો અને હંમેશ માટે શુભ લેસ્થામાં રહો. બીજાને નુકશાન કરવાના વિચાર કરવા નહીં બીજાનું ભલું કેવી રીતે કરવું તે જ વિચારવું. ოზოლოოყოლოთოვოდსოდოოოოოოოოოოოოოოოოოთუთოზოსთორთულოოოოოოოოოოოოოო(თოთ gsssssssssss GSSSSSSSSSSSSSSSS SS SS
SR No.032090
Book TitleTu Rangai Jane Rangma 01
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy