SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) అని తడబడులపై ప్రత్యడు తలలు ఆడులు తలుపులు తాము మైల్డపై જી. વજસ્વામી જી “ધન ધન તે દિન મુજ કબ આવશે, લેશું સંયમ ભારોજી” દીક્ષા મહોત્સવનો આછેરો ખ્યાલ આપતું આ ચિત્ર છે. સમવસરણ (નાણ)માં બીરાજમાન પરમાત્મા સમક્ષ અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આ દીક્ષા આપવાની વિધિ થાય છે. ગુરુ મહારાજ નંદિની માંગલિક ક્રિયા કરાવીને દીક્ષાર્થીના હાથમાં ઓઘો-રજોહરણ આપે છે ત્યારે દીક્ષાર્થી હરખ ઘેલો – બની નાચવા લાગે છે. દીક્ષાર્થીનો અંતર-આત્મા જાગી ગયો છે. તેથી સંસારનો આરંભ-સમારંભ (સંસારની પ્રવૃત્તિ) પાપમય લાગે છે. પાપથી દુઃખ આવે, પાપથી દર્દઆવે, પાપથી ભવભ્રમણ વધે. આથી તેને પાપનો ડર હોય છે. પાપવાની પ્રવૃત્તિથી છૂટવા સંસાર છોડવો પડે. દીક્ષા લેવાય તો.... સંસાર છૂટે, પાપવાની પ્રવૃત્તિ છુટે, ધર્મ ક્રિયા અને આત્મ ચિંતન થાય અને કર્મની નિર્જરા કરવાની શુભ પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે.... તેથી તેને આ ક્ષણે અતિશય આનંદ થાય છે. આથી જ સાધુવેષના મુખ્ય અંગ સ્વરૂપ રજોહરણ ગુરુદેવ આપે છે ત્યારે મુમુક્ષુ આત્મા મન મુકી નાચે છે... સંસારમાં જીવોની વિરાધના કરી જીવવું પડે છે તેનાથી છુટવાનો અને પ્રભુની આજ્ઞા પાળવાનો આનંદ હોય છે. તેથી મુમુક્ષ ઓધો લઈ નાચે છે. શ્રી વજસ્વામીના સમયથી ઓઘો લઈનાચવાની શરૂઆત થઈ. વજકુમાર જનમ્યા ત્યારથી જ રડ્યા કરે છે. રડતાં રડતાં છ મહીના થઈ ગયા માં કંટાળી ગઈ છે તેથી ગુરુ માને વહોરાવી દે છે વજ તરત જ રડતો બંધ થઈ જાય છે. વજકુમારને પારણામાં જ પૂર્વભવનું જ્ઞાન થયું છે. તેને દીક્ષા લેવી છે, તેથી ગુરુ મહારાજ પાસે રહી ૪ (ચાર) વર્ષમાંજ વજ હોંશીયાર બની જાય છે. પછી મા હોંશીયાર દીકરાને પાછો લેવા જાય છે, રાજદરબારમાં નાના વજને માતા મીઠાઈરમકડાં દેખાડે છે, છતાં તે લેવા જતો નથી પછી ગુરુ મ. વજન ઓઘો દેખાડે છે તે લઈને વજકુમાર તરત જ નાચવા લાગ્યા ગુરુ મહારાજ તેને દીક્ષા આપે છે. તે વજસ્વામી બન્યા... બાળકો! તમારે શું બનવું છે? સંસારમાં પાપ કર્યા વિના જીવાતું નથી, સંયમમાં પાપ વિના જ જીવી શકાય છે. તેનો આનંદ સૌથી વધારે હોય છે. “હું પણ ઓઘો લઈ ક્યારે નાચીશ?” એ વિચાર કરતાં કરતાં રંગ પૂરજો . တတတတ ကကြnnnn{ တတက(တရာအကဘကြတဏတာကြာလောက်ကြာကြာ တတတတတကြတာက ကကဇာတက ကကြတာ
SR No.032090
Book TitleTu Rangai Jane Rangma 01
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy