SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૦) છે. છ00 sd છ છે. 0 00 00 00 0 0 0 0 0 0 0 0 0 0 0 છ છછ કછ છછ છછ કે ૪ અમરકુમાર ત્રિ મગધ દેશનો રાજા શ્રેણીક હતો, તે રાજા કલાનો બહુ શોખીન હતો. આથી પોતાન નગરમાં સુંદર ચિત્રશાળા બનાવે છે. કડીયા -સુથાર - મજૂરો કામે લાગ્યા છે. ચિત્રશાળા જલ્દી પૂરી કરવાનો રાજાનો હુકમ છે. તેથી ઝડપી કામ ચાલે છે. પરંતુ બધા મુંઝાયા છે; કામ અડધુ થાય અને નીચે પડી જાય. કામ ફરી શરૂ કરે, અડધે પહોંચે અને ફરી નીચે પડી જાય, આમ વારંવાર થવા લાગ્યું. રાજાએ બ્રાહ્મણ પંડિતોને પૂછ્યુંકેમ આમ થાય છે? પંડીતોએ કહ્યું કે “અહીં તો કોઈ દેવનો વાસ લાગે છે, તે બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ માગે છે.” રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે બત્રીસ લક્ષણો દીકરો ભોગ માટે આપશે તેના પરિવારને ૧ લાખ સોના મહોર ભેટ મળશે. પોતાના દીકરાને કોણ મારે? પરંતુ એક ગરીબ બ્રાહ્મણ મા-બાપ સોનામહોરો લઈને પોતાનો દીકરો રાજાને સોંપે છે. તેનું નામ અમર હતું. પૈસા દેખી દીકરાનો પ્રેમ ઓગળી જાય છે. અમર બહુ રડે છે. પરંતુ મા-બાપ પરિવાર જનોનું દિલ પીગળતું નથી. કોઈ તેને બચાવવા તૈયાર નથી. અમરને પહેલાં એકવાર જૈન સાધુ મળ્યા હતા. તેમને અમરને નવકાર શીખવાડેલો અને કહેલું રોજ જાપ કરજે આ નવકાર તો સંકટના સમયે કામ લાગશે. રાજા અમરકુમારને નવડાવી નવા વસ્ત્રો પહેરાવે છે અને યજ્ઞ ક્રિયા ચાલુ કરે છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર પૂર્વક અમરકુમારને હોમવાની ક્રિયા શરૂ થાય છે ત્યારે અમરકુમાર શ્રી નવકારનું શરણું સ્વીકારે છે... બે હાથ જોડી, આંખો બંધ કરી સાચા ભાવથી નવકાર ગણે છે. હવે જગતમાં કોઈ જ મારું નથી, નવકાર જ મારો છે, નવકાર જ મને બચાવશે તેવી શ્રદ્ધાથી નવકાર ગણી રહ્યો છે. બ્રાહ્મણ પંડિતો વેદના મંત્રોચ્ચાર પૂર્વક અમરકુમારને યજ્ઞકુંડમાં હોમે છે... બિચારો હમણાં બળીને ભસ્મ થઈ જશે. દેવ તુષ્ટ થશે, પ્રસન્ન રાજી થશે, અને રાજાની ચિત્રશાળા કરવા દેશે. એમ બધા વિચારે છે ત્યાં તો આશ્ચર્ય થાય છે. યજ્ઞ કુંડમાં સોનાનું સિંહાસન પ્રગટ થાય છે અને તેમાં બેઠેલો અમરકુમાર !!! અમર કુમાર નથી બળતો, નથી રડતો, હસતા મુખે નવકારમાં લીન છે. દેવ પ્રગટ થાય છે અગ્નિમાં સિંહાસન બનાવી અમરકુમારને - નવકાર બચાવી લે છે. આ છે નવકારનો પ્રભાવ બાળકો ! ગમે તેવી આપત્તિના સમયે સાચા દિલથી નવકાર ગણશો. તો નવકારમંત્ર હંમેશા ભલું જ કરશે... @@@ @ @ @ dea as an am a at an aman send an awesome of an one appear
SR No.032090
Book TitleTu Rangai Jane Rangma 01
Original Sutra AuthorN/A
AuthorPurnanand Prakashan
PublisherPurnanand Prakashan
Publication Year2017
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy