SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ա અપૂર્વ અવસર (પરમપદ પ્રાપ્તિની ભાવના) ૬૭ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેŪને, વિચરશું કવ મહત્ત્પુરુષને પંથ જો ? અપૂર્વ ૧ અપૂર્વ—સમકિત થતાં પહેલાં, પ્રથમ કોઈ કાળે નહીં થયેલો એવો ભાવ આવે તે. બાહ્ય અને અત્યંતર ગ્રંથિ, બાહ્ય સગા સંબંધી ધનધાન્ય આદિ; અત્યંતર એટલે અંતરની મિથ્યા માન્યતા, વાસના, કષાય વગેરે. તે બધાને તપાસી મિથ્યાત્વજનિત મૂળ સહિત સૂક્ષ્મ વાસના ક્યારે કઢાશે ? મહાપુરુષોનો માર્ગ સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષપંથ; વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ માને, જાણે અને પોતાના સ્વભાવમાં સ્થિર થાય, એ માર્ગે ક્યારે ચલાશે ? સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ ૨ જગતના સર્વ પદાર્થો તરફ હેયબુદ્ધિ થાય. સારા ને ખોટા બન્ને સરખી રીતે આત્માને બંધનકર્તા છે માટે ન ઇચ્છે. મળે ત્યારે હર્ષશોક ન કરે. જે જે દેહને અનુકૂળ પ્રતિકૂળ લાગે છે તેમાં રાગદ્વેષ થાય છે. દેહ તો નોકર છે તેની પાસે મોક્ષનું કામ
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy