SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) અનાદિથી પરમગૂઢ અગોચર એવા આત્મતત્ત્વની વ્યાખ્યા આર્ય દર્શનકારોએ અનેક પ્રકારે કરેલી છે અને તે દર્શનસાહિત્યો એટલાં વિશાળ બન્યાં છે કે સામાન્ય શક્તિમાન મુમુક્ષુઓને તે હસ્તગત કરવાં, તેમાં પ્રણીત કરેલાં દ્રષ્ટિદ્વાર અને સાઘનતારોનો ભેદ ઉકેલી મુક્તિમાર્ગને ખોળવો અને પામવો અત્યંત અત્યંત વિકટ થઈ પડેલ છે. તે દર્શનકારોની આત્મદર્શન પદ્ધતિઓની અતિ સંક્ષિપ્ત અને સચોટપણે છેક જ છણાવટ કરી તેના દોહનરૂપે પોતાની અમોઘ પ્રગટ અનુભવજ્ઞાન-શક્તિ વડે આ “આત્મસિદ્ધિ' કોઈક વિરલ નિકટ મોક્ષગામી જીવોના કરકમલમાં અને હૃદયકમળમાં જ્ઞાનાવતાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુએ અર્પણ કરેલ. તેઓમાંના એક મુનિદેવ શ્રી લઘુરાજજીના સમાગમપ્રસંગમાં અગાસ આશ્રમમાં આ “આત્મસિદ્ધિના અપૂર્વ મહિમાની છાપ હૃદય ઉપર પડેલી. મુનિદેવ દરેક મોક્ષમાર્ગજિજ્ઞાસુને “આત્મસિદ્ધિનું અવગાહન કરવા અને તેમાં બોઘેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવા જણાવતા. “આત્મસિદ્ધિ ચમત્કારી છે, લબ્ધિઓથી ભરેલી છે, મંત્ર સમાન છે; માહાસ્ય સમજાયું નથી, છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે'', એમ તેઓશ્રી વારંવાર કહેતા. “આત્મસિદ્ધિના પ્રથમ જે સંક્ષિપ્ત ગદ્યાર્થ થયેલ તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીની નજર તળે નીકળી ગયેલ એમ સાંભળવામાં આવેલ છે. તે અહીં પ્રથમ જ મૂકવામાં આવેલ છે. માત્ર વૈરાગ્યબળ અને જ્ઞાનબળના કારણ વિચારબળની વૃદ્ધિ
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy