SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ४ છ પદનો પત્ર ૪૫ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અનન્ય શરણ એટલે અનાદિકાળથી સંસારમાં નિરાધારપણે પરિભ્રમણ કર્યું, તે દુ:ખથી બચાવનાર અને આધાર આપનાર સદ્ગુરુ સમાન કોઈ નથી. સંસારમાં અનંત દુઃખ છે. તેમાંથી તારનાર એક સદ્ગુરુ જ છે. તેઓ જીવને સમ્યક્દર્શન કરાવી સાચું અંતર શરણ પકડાવે છે. અરિહંત, સિદ્ધ, ધર્મ, સાધુ એમ ચાર શરણ વ્યવહારથી કહે છે તે બાહ્ય શરણ છે, તે સમકિત નથી થયું ત્યાં સુધી ન સમજાય; ને આ તો અંતર શરણ એવા આત્માને ઓળખાવનાર છે તેથી અનન્ય શરણના આપનાર એવા સદ્ગુરુદેવ છે. તેમને અત્યંત જે કલ્પેલી મર્યાદારૂપ અંત—તેને ઉલ્લંઘી જાય એવી અમર્યાદિત ભક્તિથી નમસ્કાર હો ! ‘વાસ્તવિક જ્ઞાન અનન્ય શરણ એટલે પોતાના જ અવલંબનથી રહ્યું છે...(પંચાધ્યાયી-અધ્યાય ૧ શ્લોક ૫૪૨, ૫૪૩). શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે જ્ઞાનીપુરુષ તેઓએ નીચેનાં છ પદને સમ્યક્ત્વનાં નિવાસના
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy