________________
(૪)
પ્રકાશકના બે બોલ
(પ્રથમાવૃત્તિ) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં થયેલાં વિવેચન “નિત્યનિયમાદિ પાઠ” તથા “આત્મસિદ્ધિ વિવેચન' રૂપે અન્યત્ર પ્રસિદ્ધ થયેલ પુસ્તકો મુમુક્ષુઓના લાભને અર્થે આશ્રમ તરફથી પ્રસિદ્ધ થાય છે. નિત્યનિયમાદિ પાઠમાં “લોક પુરુષ સંસ્થાને કહ્યોએ પદનું વિવેચન પૂ. સાકરબહેને સંગ્રહેલું ઉમેર્યું છે. તથા પૂ. રાવજીભાઈ છે. દેસાઈએ “શ્રી જિનેન્દ્ર પંચકલ્યાણક તથા આલોચના સામાયિક પાઠના અર્થ કરેલા છે તે પણ સાથે છપાવ્યા છે. આથી આ પ્રકાશન પ્રથમના કરતાં વિશેષ ઉપયોગી બન્યું છે. અર્થ સમજીને નિત્યનિયમાદિ થાય તો પરમાર્થ તરફ વૃત્તિ પ્રેરાય અને ઉલ્લાસપૂર્વક ભક્તિ થાય એ આ પ્રકાશનનો ઉદેશ છે. સમજાયા પછી વિચારણાનો વિસ્તાર થાય છે અને નવીન ભાવો જાગે છે; તે સ્વ-વિચારણા આત્મપ્રતીતિનું કારણ થાય છે. શ્રી આત્મસિદ્ધિમાં શ્રીમદે ગાયું છે -
આવે જ્યાં એવી દશા, સગુરુ બોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિશાન; જે શાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”
પ્રથમ પ્રસિદ્ધ થયેલ પુસ્તકોની પ્રસ્તાવનાઓ પણ આમાં આપેલી છે એટલે વિશેષ લખવાની કંઈ જરૂર નથી. વાચકવર્ગ આનો લાભ લઈ પોતાના આત્માનો વિકાસ સાથે એવી શુભેચ્છાથી વિરમું છું.