SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ પ્રાતઃકાળની સ્તુતિ દર્શનાર્દુ દુરિતધ્વસિ વંદનાદું વાંચ્છિત પ્રદ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિન સાક્ષાત્ સુરદુમઃ ૧૨ પ્રભુ દર્શન સુખ સંપદા,પ્રભુ દર્શન નવ નિધિ; પ્રભુ દર્શનસે પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૧૩ આ શ્લોકોના ભાવાર્થ “સાયંકાલીન દેવવંદનમાં પૃષ્ઠ ૩૧૮ ઉપર જુઓ. જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે, પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ હે જીવ! જિનવરને પૂજો. પૂજાના ફળ સ્વર્ગાપવર્ગ તેથી અવશ્ય પ્રાપ્ત કરશો. પૂજાથી પુણ્યની પ્રાપ્તિ થતાં એવું પદ પ્રાપ્ત થશે કે રાજાઓ પણ નમશે, પ્રજા પણ નમશે, અને તમારી : આજ્ઞા કોઈ લોપશે નહીં. કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ) જાને બાંધ્યું મન રહે; ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ જળ જેમ ઘડામાં બંઘાઈને રહે છે પણ તે ઘડો બનવામાં પ્રથમ જળ વગર તે બનતો નથી. તેમ જ્ઞાન વડે મન બંઘાય છે, જિતાય છે, વશ થાય છે, સ્થિર થાય છે. તે જ્ઞાન સદ્ગુરુ વગર પ્રાપ્ત થતું નથી. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુવિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ સદગુરુ છે તે અજ્ઞાન અંધકાર દૂર કરવા દીપક સમાન જ્ઞાનપ્રકાશને આપનાર છે : સગુરુ છે તે જ દેવ છે. અથવા તે જ કર્મ મળને બાળનાર દેવતા છે. સદ્ગુરુ વગર અજ્ઞાનરૂપ
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy