________________
૨૯૦
નિત્યનિયમાદિ પાઠ દર્શન, વીર્ય અને સુખમય શુદ્ધસહજાત્મસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ પ્રગટ કરી આપો.
(દોહા) દોષ રહિત જિનદેવજી, નિજ પદ દીક્યો મોય; સબ જીવનકે સુખ બઢ, આનંદ મંગલ હોય.૩૪
હે નિર્દોષ જિનદેવ ! આપને પ્રગટ છે તેવું મારું નિર્દોષ પદ મને આપો. પરમાત્મસ્વરૂપનો અનુભવ કરાવો. સર્વ જીવોનું સુખ વઘો. સર્વ જીવોને આનંદ અને કલ્યાણ પ્રાપ્ત થાઓ.
અનુભવ માણિક પારખી, હરિ આપ જિનંદ; યેહી વર મોહિ દીજિયે, ચરન શરન આનંદ.૩૫
હે જિનેન્દ્ર, આપ આત્માનુભવ (આત્મસાક્ષાત્કાર) રૂપ અમૂલ્ય રત્નના પરીક્ષક ઝવેરી છો. આપે અનુભવરૂપ અમૂલ્ય રત્ન પરખીને ગ્રહણ કર્યું છે. મને પણ એ વર, સર્વોત્કૃષ્ટ આત્માનુભવ આપો, કે જેથી આપના ચરણના અવલંબનથી ચિદાનંદમય સ્વરૂપસુખની મને પ્રાપ્તિ થાય. માણેકચંદ લખનારે પોતાનું નામ પણ છેવટે આપ્યું છે.