SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ નિત્યનિયમાદિ પાઠ છાજહિ અતુલ બલ પરમ પ્રિય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભગ મૂરતિ, બાલલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રુચિત ઉચિત જુ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભોગએ.૧૧ ભગવાનનું શરીર ૧. પરસેવા રહિત હતું, ૨. મળમૂત્ર રહિત હતું, ૩. લોહી દૂધ જેવું સફેદ હતું, ૪. સમચતુરસ સંસ્થાન હતું, ૫. વજ્રવૃષભનારાચ સંહનન હતું, ૬. સુંદર રૂપ હતું, ૭. સુગંધમય શરીર હતું, ૮. એક હજાર ને આઠ સુલક્ષણો સહિત હતું, ૯. તેમનું અતુલ બલ હતું, ૧૦. તે હિતકારી પ્રિય અને મધુર વચન બોલતા હતા. સુભગ (સુંદર) મૂર્તિવાળા ભગવાનની બાળલીલાના વખતના આ દશ સહજ અતિશય કહેવાયા અર્થાત્ ભગવાનમાં જન્મથી આ દશ અચરજકારી વાતો તેમના પૂર્વ પુણ્યથી ઉત્પન્ન થઈ ગઈ હતી. ત્રિલોકપતિ ભગવાન બાળપણથી મનને પ્યારા લાગે તેવા, યોગ્ય, નિત્ય, નવા નવા, દેવો દ્વારા પ્રાપ્ત થયેલા, પવિત્ર અને ઉપમા રહિત સર્વ ભોગ ભોગવવા લાગ્યા. ભવ–તન–ભોગવિરત્ત, કદાચિત ચિંતએ, ઘન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સ૨ન મરન દિન દુઃખ ચાઁ ગતિ ભર્યો, સુખદુઃખ એક હિ ભોગત, જિય ‘વિધિવસ પર્યો. પર્યો વિધિવસ આન ચેતન, આન જડ જુ કલેવરો, તન અસુચિ પરð હોય આસ્રવ, પરિહરેર્તે સંવરો; નિરજરાતપ બલ હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂ પરમ ઘરમવિષે રમ્યો.૧૨ ૧. કર્મને વશ.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy