SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ નિત્યનિયમાદિ પાઠ નૃત્ય કરતી હતી. તે હાથી ઉપર એક સુંદર દેવમંડપ અર્થાતું હોદો (અંબાડી) હતો. તેમાં વિવિઘ પ્રકારની ઉત્તમ રત્નજડિત સુવર્ણની ઘંટડીઓ લટકતી હતી. તે હાથીના ગળામાં ઘંટ બાંધ્યો હતો. તથા ચમર ધ્વજા પતાકા આદિ દેખીને ત્રણ લોક મોહિત થતા હતા. તિહિં કરિ હરિ ચઢિ આયઉ,સુરપરિવારિયો, પુરહિ પ્રદચ્છન દે ત્રય, જિન જયકારિયો; ગુપ્ત જાય જિન-જનનિહિં સુખનિદ્રા રચી; માયામઈ સિસુ રાખી તૌ, જિન આન્ય સચી. આન્યો સચી જિનરૂપ નિરખત, નયન ત્રિપતિ ન હૂજિયે, તબ પરમ હરષિત હૃદય હરિને સહસ લોચન કીનીયે; પુનિ કરિ પ્રણામ જુ પ્રથમ ઇન્દ્ર ઉછંગ ઘરિ પ્રભુ લીનઉ, ઈસાન ઈન્દ્ર સુ ચંદ્રકવિ સિર, છત્ર પ્રભુકે દીનઉ. ૭ પ્રથમ સ્વર્ગ (સુઘમંદિવલોક) નો ઇંદ્ર ઐરાવત હાથી ઉપર ચઢીને સમસ્ત દેવોના પરિવાર સહિત આવ્યો, અને તેણે જિન ભગવાનનો જય જયકાર કરતાં કરતાં નગરીની ત્રણ પ્રદક્ષિણા કરી. ત્યાર પછી પ્રથમ સ્વર્ગની ઇંદ્રાણી ચૂપચાપ પ્રસૂતિગૃહમાં જઈને જિનમાતાને સુખની નિદ્રામાં સુવાડીને પાસે એક માયામયી બાળક રાખીને ભગવાનને ઉઠાવી લાવી. તે સમયે ઇંદ્ર, ઇંદ્રાણીએ લાવેલા ભગવાનનું રૂપ નીરખવા લાગ્યો. ભગવાનનું અનુપમ રૂપ જોતાં ઇંદ્રનાં નયન તૃપ્ત ન થયાં ત્યારે હૃદયમાં પરમ હર્ષિત થઈને તેણે પોતાનાં હજાર નેત્ર બનાવ્યાં અને ભગવાનનાં રૂપામૃતનું ઘરાઈને પાન કર્યું. ત્યાર પછી તેણે પ્રણામ કરીને ભગવાનને પોતાના ખોળામાં લઈ લીઘા અને ૧. હાથી. ૨. ઇંદ્ર. ૩. દેવ પરિવાર સહિત. ૪. ભગવાનની માતાને.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy