SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ નિત્યનિયમાદિ પાઠ તહેં જનક ગૃહ છહ માસ પ્રથમહિ, રતનધારા બરસિયો, પુનિ ચિકવાસિનિ જનનિસેવા, કરહિસબવિધિ હરસિયો.૨ ભગવાનના ગર્ભમાં આવવા પહેલા (છ માસ અગાઉથી) અવધિજ્ઞાનથી જાણીને ઇંદ્ર ઘનદ-કુબેરને મોકલ્યો. ઘનપતિએ આવીને સુવર્ણ, રત્ન અને મણિઓથી વિભૂષિત અનેક મહેલ મંદિરોથી શોભાયમાન બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, અત્યંત સુંદર નગરીની રચના કરી, કે જે નગરી દરવાજા, કોટ, ખાઈ, બાગબગીચા આદિથી સુશોભિત બની. એ નગરીમાં વસનારા સુંદર ચતુર નરનારીઓના વેષને દેખીને મનુષ્યોનાં મન મોહિત થતાં હતાં. તે નગરીમાં તીર્થંકરના પિતાના મહેલ પર ગર્ભમાં ભગવાનના આવતાં પહેલાં છ માસથી (પંદર માસ સુધી) રત્નોની વર્ષા કુબેર કરતો રહ્યો. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી રુચિક પર્વત પર રહેનારી દેવીઓએ સર્વ પ્રકારે હર્ષિત થઈને જિનમાતાની સેવા કરી. ‘સુરકુંજરસમ કુંજર ઘવલ ધુરંઘરો, કેસરિ "કેસર શોભિત નખશિખ સુંદરો; કમલા કલસ-હવન, દુઈ દામ સુહાવની, રવિ સસિમંડલ મઘુર, મીનજુગ પાવની. પાવની કનકઘટ જુગમપૂરન, કમલકલિત સરોવરો, કલ્લોલમાલાકુલિત સાગર, સિંહપીઠ મનોહરો; રમણિક અમરવિમાન ફણિપતિ ભવન ભુવિ છવિ છાજએ; રુચિ રતનરાસિ દિપંત દહન સુ, તેજપુંજ વિરાજએ. ૩ ૧.રુચિક પર્વત પર રહેનારી દેવએ ર.ઐરાવત હાથી જેવો હાથી ૩ સફેદ ૪બળદ પ.કેશવાળીથી શોભિત સિંહ ૬.બે માળા ૭.બે માછલી ૮.કમલો સહિત ૯.લહેરોથી ઊછળતો ૧૦ સિંહાસન ૧૧.પાઠાંતર “રવિ.’
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy