SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૭૭ ચેતનભાવનો કર્તા થાય, ચેતન્યનું બળ વધારનારો થાય અને પોતાના સ્વરૂપમાં ન રહેતાં રાગદ્વેષરૂપે પરિણમે, પરભાવમાં વર્તે તો કર્મનો કર્તા થાય છે. (૭૮) (૪) શંકા-શિષ્ય ઉવાચ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯ અર્થ - જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય? અર્થાત્ ફળદાતા થાય? (૭૯) ભાવાર્થ :– કર્મનો કર્તા જીવ છે એ સિદ્ધ થયું, પણ કર્મનો ભોક્તા જીવ હોઈ શકે નહીં એમ શિષ્ય શંકા કરે છે; કેમકે જડ=નિર્જીવ એવાં કર્મ જીવને પુણ્ય પાપનાં ફળ શી રીતે પમાડી શકે ? (૭૯). ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સઘાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ અર્થ - ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાથી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવા તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોઘ આવે છે. (૮૦) ભાવાર્થ - કર્મ પ્રમાણે ફળ પમાડવાં એ કાર્ય તો કોઈ ન્યાયાઘીશ જેવો ઈશ્વર કરી શકે. પરંતુ તેમ કરવા જતાં ઈશ્વરને 12
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy